પાટીદાર દીકરીઓની સુરક્ષા માટે કમરે રિવોલ્વર લટકાવી જોઇએ: ગગજી સુતરિયા
પાટીદાર દીકરીઓ તેઓની સુરક્ષા માટે રિવોલ્વર લઈને શોપીંગ કરવા જવું જોઈએ તેવું સરદારધામનાં અધ્યક્ષ ગગજી સુતરિયાએ નિવેદન આપ્યું છે. દીકરીઓની સુરક્ષા મામલે ગગજી સુતરિયાએ ફરી એકવાર રિવોલ્વર રાખવાની વાત કરી છે.
સરદારધામ ખાતેથી તાલીમ મેળવીUPSC/GPSC પરિક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સરદારધામના વડા ગગજી સુતરિયાએ મહિલા સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી. ગગજી સુતરિયાએ કહ્યું કે, દીકરીની કમર પર રિવોલ્વર લટકવી જોઈએ. 25 વર્ષના ભવિષ્યનું વિચારીને વાત કરુ છું.
સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ કહ્યું કે, યહૂદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે... આંખમાં આંખ મિલાવે.
ભારતના દરેક નાગરિકને સુરક્ષાની તાલીમ આપવી જોઈએ. દેશની દીકરીઓ બહાર શોપિંગ માટે જતી હોય ત્યારે કમરે રિવોલ્વર રાખવી જોઈએ. ઈઝરાયેલમાં એકેએક વ્યક્તિ લશ્કર ની તાલીમ લીધી છે. આપણી દીકરીઓને લાઠી અને તલવારની તાલીમ આપવી જોઈએ.
તો ગગજી સુતરિયાના આ નિવેદન અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગગજી સુતરિયા સામાજિક આગેવાન છે. ગગજી સુતરિયા મહિલા સશક્તિકરણ માત્ર તતપર રહે છે. તેમનો કહેવાનો ધ્યેય દીકરીઓ આવનારા અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો હોય એવુ હું માનું છું. ગુજરાતમાં 100 દિવસની અંદર અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં સરકારને સફળતા મળી છે.
સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાના નિવેદનેને જેનીબેન ઠુમરે સમર્થન આપતા કહ્યું કે, સરકારની સ્ત્રીશક્તિ કરણી વાતો પોકળ સાબિત થતી દેખાઈ છે. કાયદો વ્યવસ્થાના દેખાડવામાં આવતા ચિત્ર પ્રમાણે ગુજરાત રહ્યું નથી. રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત નથી, મહિલાઓએ પોતાની સુરક્ષા કરવા રિવોલ્વર રાખવા સરકારે પરવાનગી આપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગગજી સુતરિયા જાહેરમાં આવું નિવેદન આપી ચૂક્યા છે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્યું હતું કે, આત્મરક્ષા માટે દીકરીઓએ પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. સ્વભાવિક છે કે આ નિવેદન બાદ સવાલો પણ ઉઠે જેની સામે ગગજી સુતરિયાએ વધુ ચર્ચાને અંતે એવું કહ્યું કે તેમણે આત્મરક્ષાનો આ સંદર્ભ ઈઝરાયેલ પાસેથી અને તેની રાજધાની તેલ અવિવમાં જાતે કરેલા અનુભવના આધારે આપ્યો છે.
પાટીદાર દીકરીઓ તેઓની સુરક્ષા માટે રિવોલ્વર લઈને શોપીંગ કરવા જવું જોઈએ તેવું સરદારધામનાં અધ્યક્ષ ગગજી સુતરિયાએ નિવેદન આપ્યું છે. દીકરીઓની સુરક્ષા મામલે ગગજી સુતરિયાએ ફરી એકવાર રિવોલ્વર રાખવાની વાત કરી છે.
સરદારધામ ખાતેથી તાલીમ મેળવીUPSC/GPSC પરિક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સરદારધામના વડા ગગજી સુતરિયાએ મહિલા સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી. ગગજી સુતરિયાએ કહ્યું કે, દીકરીની કમર પર રિવોલ્વર લટકવી જોઈએ. 25 વર્ષના ભવિષ્યનું વિચારીને વાત કરુ છું. સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ કહ્યું કે, યહૂદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે... આંખમાં આંખ મિલાવે.