રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેટ પેચરના પેચવર્ક કામમાં લોલંલોલ, એજન્સી પાસે ફરીથી કામ કરાવાયું

05:30 PM Nov 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરમાં બનતા રોડ-રસ્તાઓનો ચોમાસા દરમિયાન દર વર્ષે કચ્ચરઘાણ વળી જાય છે. ડામર કામમાં ભારે ઘાલમેલ થતી હોવાની ચર્ચા પણ દર વર્ષે થાય છે. છતાં તંત્ર દ્વારા ડામર કામમાં સેમ્પલ લઈ લેબમાં મોકલી નિયમ મુજબ કામ કરવામાં આવી રહ્યાના ગાણા ગવાઈ રહ્યા છે. જેમાં રોડ તુટી ગયાબાદ ઠીગડા મારવામાં પણ હવે લોલમલોલ થતી હોવાનું ખુલવા પામ્યું છે. જેટ પેચર મશીન દ્વારા પેચવર્ક કામ દરમિયાન અક્ષર મંદિર સામેના રોડ ઉપર ક્ષતિઓ જણાતા કોર્પોરેશને એજન્સીને નોટીસ ફટકારી ફરી વખત પેચવર્કનું કામ કરાવ્યું હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારમાં તારીખ:12-11-2024ના રોજ વોર્ડ નંબર-8માં રૈયા રોડ, લીંબુડીવાડી, કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે, રાજનગર ચોક, સોજીત્રાનગર રોડના મુખ્ય રસ્તાઓ ઉપર જેટ પેચર મશીનથી 173 ચોરસ મીટર રીપેર કરવામાં આવેલ. તે દરમિયાન અક્ષર મંદિર સામેના રોડના કામમાં ક્ષતિઓ હોવાનું ઈજનેરના ધ્યાને આવતા એસીકોન ઈન્ફાસ્ટ્રક્ચર કંપનીને આ મુદ્દે નોટીસ ફટકારવામાંઆવી હતી તેમજ એજન્સી પાસે ફરી વખત ક્ષતિવાળા રોડનું કામ કરાવવામાં આવ્યું હતું.

તેમજ બે જગ્યાએ ગેરંટી વાળા રોડ હોવાથી ગેરંટીમાં એજન્સી પાસે કામ કરાવવામાં આવેલ ભેજવાળા સમયે ઈમરજન્સી માટે કામ કરવાનું થાય તેના માટે એજન્સી રોકવામાં આવી છે. છતાં આ એજન્સી દ્વારા ભેજવાળા સમયે પણ કામ કરી નાખ્યું હોવાનું ખુલવા પામ્યું છે. મનપાએ તાજેતરમાં અલગ અલગ રોડ ઉપર જેડપેચર મશીનથી કામ કરાવ્યું છે. જે તમામ પેચવર્ક કામની પણ ચકાસણી કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. પેચવર્ક કામમાં વર્ષોથી બેદરકારી દાખવતી હોવાનું બહાર આવ્યું છે. જેના લીધે કમિશનરે આ વર્ષથી જેડપેચર મશીન દ્વારા પેચવર્ક કામ કરવામાં આવે તો તે મજબુત થાય છે તેવો નિર્ણય લઈ તમામ ખાડાઓ બુરવાનું કામ તેમજ પેચવર્કનું કામ જેડપેચરમશીનથી કરવામાં આવી રહ્યું છે. જેમાં પણ હવે બેદરકારીઓ બહાર આવી રહી હોય આગામી દિવસોમાં પેચવર્ક માટે નવા નિયમો અમલમાં આવે તેમ જાણવા મળેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement