રાજકોટ રેલવે સ્ટેશનમાં ટિકિટની લાઈનમાંથી યાત્રિકોને મુક્તિ મળી
જંકશન ખાતે ATVM મશીન મુકાયા, યુટીએસ એપનો પ્રારંભ : સમય અને નાણાની બચત થશે
તહેવાર અને વેકેશનના દિવસોમાં વતન જતાં કે ફરવા જતાં યાત્રિકોને ટ્રેનની ટિકીટ મેળવવા માટે કલાકો સુધી ટીકીટ બારી પાસે ઉભા રહેવું પડતું હોય છે અને પ્લેટફોર્મ ટિકીટ માટે પણ હાલાકી ભોગવવી પડતી હોય છે. આ ઝંઝટમાંથી યાત્રિકોને મુકત કરવા માટે રાજકોટ રેલવે ડિવીઝન અને પ્લેટફોર્મ ખાતે અનરિઝર્વ્ડ ટિકીટ માટે મશીનો મુકવામાં આવ્યો છે. તેમાંથી યાત્રિકો ઓનલાઈન ટિકીટ ત્યાંથી જ મેળવી શકશે.
યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન માં અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવી દેવામાં આવી છે. હવે યાત્રીઓને જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂૂર નથી. રેલવેએ યાત્રીઓને બે સુવિધા આપી છે યૂટીએસ મોબાઈલ એપ (ઞઝજ આા) અને ઑટોમેટિક ટિકિટ વિતરણ મશીન (અઝટખ). આ બંને માધ્યમોથી યાત્રી પોતે ટિકિટ બુક કરી શકે છે, જેનાથી સમય અને ધન બંનેની બચત થાય છે.
પશ્ચિમ રેલવે યાત્રીઓને અનુરોધ કરે છે કે તેઓ આ આધુનિક સુવિધાઓનો લાભ ઉઠાવે અને પોતાની યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવે.યૂટીએસ એપ અને એટીવીએમ મારફતે બુકિંગ કરીને યાત્રી ફક્ત પોતાનો સમય જ નથી બચાવી શકતા, પરંતુ ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં સહભાગી પણ બની શકે છે.
યુટીએસ એપ (UTS APP) ની વિશેષતાઓ
- યાત્રી પોતાના મોબાઈલ ફોનથી ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે.
- યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
- ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ તથા R-Wallet નો વિકલ્પ ઉપલબ્ધ.
- છ-ઠફહહયિં રિચાર્જ પર 3% બોનસ રકમ મેળવો.
- ટિકિટ બારી પર લાઈનમાં ઊભા રહેવાની જરૂૂર નહીં.
- સમય અને પૈસાની બચત.
- છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.
- પેપરલેસ ટિકિટની સુવિધા, જે પર્યાવરણને અનુકૂળ છે.
એટીવીએમ (ATVM) ની વિશેષતાઓ
- યાત્રી સ્ટેશન પર આવેલા ATVMમશીનથી પોતે ટિકિટ બુક કરી શકે છે.
- યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
- ચુકવણી માટે UPI ચછ કોડ તથા રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા.
- રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3% બોનસ રકમ મેળવો.
- ટિકિટ બારીની લાંબી લાઈનોથી મુક્તિ.
- સમય અને પૈસા બંનેની બચત.
- છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.