For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા

03:48 PM Dec 02, 2025 IST | Bhumika
રાજકોટની મુંબઈ  દિલ્હી  બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા

એક તરફ મુંબઈ એરપોર્ટ ઉપર રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઈટના સમયપત્રક ખોરવાયા

Advertisement

રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો હેરાન થયા હતા. સોમવારે એક સાથે 4 ફલાઈટની ઉડાન મોડી પડી હતી. મુંબઈમાં રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને પગલે ઇન્ડિગોની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી લઈ દોઢ કલાક સુધી મોડી ઉપડી હતી.

એરપોર્ટ ઓથોરીટીમાંથી જણાવ્યાં અનુસાર, ઈન્ડિગોની કલાઈટ-6ઊ-6508 રાજકોટ-બેંગ્લોર બપોરે 4:15નાં બદલે 4:45એ, 6ઇ-937 રાજકોટ-મુંબઈ સાંજે 4:55ના 5:20એ 6ઊ-5009 રાજકોટ-દિલ્હી 5:55ને બદલે સાંજે 7:05 વાગ્યે આ ઉપરાંત 6ઊ-279 રાજકોટ-મુંબઈ સાંજે 7:55ને બદલે 8:35 મિનીટે ટેકઓફ થતાં બધી જ ફ્લાઇટ્સના પેસેન્જરો ભેગા થઈ જતાં ટર્મિનલમાં ભારે દેકારો મચી ગયો હતો.

Advertisement

અઅત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ગત તા 26 નવેમ્બરના રોજ પણ રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન ભરતી ગોવા અને હૈદરાબાદની ઈન્ડીગોની ફલાઈટ દોઢ થી બે કલાક મોડી ઉડાન ભરી હતી. હૈદરાબાદ અને ગોવામાં ધુમ્મસને કારણે એર ટ્રાફિકને અસર પહોચી હતી જેને કારણે રાજકોટ આવતી ઈન્ડીગોની બન્ને ફ્લાઈટના સમયમાં ફેરફાર થયો હતો. અને હૈદરાબાદ તેમજ ગોવાની ફ્લાઈટ રાજકોટ મોડી આવતા બન્ને ફ્લાઈટના ઉડાન ભરવાના સમય પણ બદલાયો હતો. મુંબઈ એરપોર્ટ ઉપર રન વેના રીપેરીંગને કારણે ફ્લાઈટના સમયપત્રક ઉપર અસર પહોચી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement