બગસરા-જૂનાગઢ એસ.ટી.બસ દોઢ કલાક મોડી ઉપડતા પેસેન્જર રઝળ્યા
ડેપોના કથળી ગયેલ વહીવટના લીધે પબ્લિક પીસાવા મજબૂર
બગસરા એસટી ડેપોમાં સવારના 5:30 કલાકે ઉપડતી બસ બગસરા જુનાગઢ વાયા બીલખા કંડકટર ન આવતા વહેલી સવારે જતા પેસેન્જરોમાં ઉગ્ર રોસ જોવા મળ્યો બગસરા એસટી ડેપોનું વહીવટ ખાડે જ તા ડેપો મેનેજરની ઘોર બેદરકારીના લીધે પેસેન્જરમાં નારાજગી જોવા મળી છે પેસેન્જર એક ગામથી બીજા ગામ જવા માટે આવી શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલા જુનાગઢ જવા માટે સાડા પાંચની બસમાં જવા રવાના બસ સ્ટેન્ડ ને પહોંચે છે ત્યારે તે પોતે ચાર વાગ્યાના ઉઠ્યા હોય ત્યારે બસ સ્ટેન્ડ એ આવતા પૂછપરછમાં જવાબ મળે છે કે કંડકટર આવ્યા નથી હાલ બગસરા ડેપોમાં કંડક્ટરો જરૂૂર કરતા વધારે હોય છતાં પેસેન્જરોને આ ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આગામી તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક હોય ત્યારે ભાજપ સરકાર દ્વારા આવા અધિકારીઓને કડક હાથે કામ ક્યારે લેશે તે જોવાનું રહ્યું ડેપો મેનેજર ના કથળી ગયેલ વહીવટના લીધે પબ્લિક પીસાઈ રહી છે.