વડોદરા-કોડિનાર રૂટની ST બસની હેડલાઇટ બંધ થઇ જતાં રાજુલામાં મુસાફરો હેરાન
રાજુલા ST વર્ક શોપમાં કોઇ કર્મચારીઓ રાત્રીના નહોતા
કોડીનાર ડેપોની વડોદરાથી કોડીનાર આવવા માંટે 28-8-24 નાં સાંજના છ કલાકે ઉપડેલી વડોદરા-કોડીનાર રૂટની બસ વહેલી સવારે ત્રણ વાગે રાજુલા શહેરમાં પ્રવેશી ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર હેડલાઈટ બંધ થઈ જતાં આ બસને રાજુલા વર્કશોપમાં રાત્રે સવા ત્રણ વાગ્યે લઈ જવામાં આવી. ત્યારે રાજુલા વર્કશોપમાં જવાબદાર કોઈ જ કર્મચારીઓ હાજર નહોતા. વહેલી સવારે છ વાગ્યે સ્ટાફ આવે એ પછી વાહન રીપેર થશે તેમ ઉડાઉ જવાબ આપતા બસ ડ્રાઈવર ક્ધડક્ટર મુસીબતમાં મુકાયા હતા અને કોડીનારના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે તમારી રીતે વ્યવસ્થા કરો તેવું જણાવેલ એસટીના આવા કર્મચારીઓના વર્તનથી મુસાફરી કરી રહેલા મુસાફરો હેરાન હેરાન થઈ ગયા હતાં.
જોકે આ સમગ્ર ઘટના દરમ્યાન જાગૃત મુસાફરે ડિવિઝનના વડા અધિકારીનો સંપર્ક કરવાનું જણાવતા વર્કશોપમાં નોકરી દરમ્યાન આરામ ફરમાવી રહેલા આળસુ કર્મચારીએ સફાળા તાત્કાલિક બસની લાઈટો રિપેર કરી આપી હતી જોકે આ સમગ્ર પસ્તાળમાં મુસાફરો 2 કલાક રજળી પડ્યા હતા જેથી બસમાં સફર કરી રહેલા જાગૃત મુસાફરે જી.એસ.આર.ટી.સી ની બેદરકારી સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.