ST વિભાગે વધારાની બસો ચાલુ કરી રેગ્યુલર રૂટ કેન્સલ કરતાં મુસાફરો હેરાન
મોટાભાગના રૂટનું સંચાલન બંધ કરતાં પ્રાઈવેટ સાધનમાં લૂંટાતા યાત્રિકો
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, ચંદ્રેશ રાઠોડ, જીગ્નેશભાઈ બોરડ, સોની જીગ્નેશ પાટડીયા, જેન્તીભાઈ હિરપરા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ ડેપો નો અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ફરી એક વખત પ્રકાશમાં આવ્યો છે. અને રાજ્યભરમાં 2500થી વધુ બસો એકસ્ટ્રા મુકવામાં આવી છે અને તેમાં રાજકોટ ડિવિઝનમાં પણ 100 એકસ્ટ્રા બસો મૂકવામાં આવી છે. આ તમામ બસોમાં સવા ઘણુ ભાડું લેવામાં આવે છે. એકસ્ટ્રા બસો મુકાતા દાહોદ, ગોધરા, સુરત, વડોદરા લાંબા અંતરના મુસાફરોને સુવિધા મળી છે. પરંતુ અન્ય મુસાફરોને દુવિધા પણ મળી છે.
અમારી જાણ મુજબ રાજકોટ ડેપો ની બપોરના ઉપડતી રાજકોટ જામનગર રાજકોટ રૂૂટની બસ નંબર GJ-18-Z 539 અને GJ-18-Z 5892 તાજેતરમાં કેન્સલ કરવામાં આવી હતી અને આ અંગેનું કારણ પણ વ્યાજબી હોય તેવું લાગતું ન હતું. વધુમાં રાજકોટ થી કાલાવડ સવારે 6:45 કલાકે ઉપરથી ત્યારબાદ રાજકોટ થી કાલાવડ સવારે 10:00 કલાકે ઉપડતી બસ નંબર ૠઉં-18-ણ 7024 પણ કેન્સલ કરવામાં આવી હતી આ અંગે કારણ પૂછતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના રૂૂટ હતા હવે વેકેશન છે એટલે રૂૂટ બંધ કરાયા આશ્ચર્યની બાબત તો એ છે કે એકસ્ટ્રા બસો મૂકી વાહ વાહી મેળવી અખબારી યાદી મોકલતા એસ.ટીના અધિકારીઓ ક્યારે કયા રૂૂટ કેન્સલ થાય છે કેટલા ડ્રાઇવરોની ઘટ છે જેની અખબારી યાદી ક્યારેય મોકલતા ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો સમય આવે છે.
મન પડે ત્યારે આડેધડ રૂૂટો કેન્સલ કરવામાં આવતા હોવાના પગલે કાયમી અપડાઉન કરતા મુસાફરોને દુવિધા મળે છે એટલે એક ને ગોળ અને બીજાને ખોળની નીતિ રાજકોટ ડેપો મેનેજર બંધ કરે. રૂૂટો કેન્સલ કરવામાં આવે છે તેની અગાઉ કોઈ માહિતી પ્રેસનોટ દ્વારા કે ડેપોમાં એનાઉન્સ કરાતું નથી જ્યારે મુસાફરો બસના ટાઇમે એસ.ટી બસપોર્ટ આવે ત્યારે જ ખબર પડે કે આજે ડ્રાઇવર કે કંડકટર નથી એટલે બસ રૂૂટ પર જશે નહીં.