For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કો.સાંગાણી તાલુકામાં એસ.ટી.ઓ.ના અનેક રૂટો બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન પરેશાન

12:09 PM Oct 30, 2025 IST | admin
કો સાંગાણી તાલુકામાં એસ ટી ઓ ના અનેક રૂટો બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન પરેશાન

42 ગામના તાલુકા મથક હોવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા ઓરમાયું વર્તન: એક કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડ બન્યું શોભાના ગાંઠિયા સમાન

Advertisement

કોટડાસાંગાણી 42 ગામના તાલુકા મથક હોવા છતાં એસટી તંત્ર દ્વારા આ તાલુકાને ગામડા મા ગણતરી કરવામાં આવી રહી હોય તેવું ? લાગી રહ્યું છે શું આ તાલુકા મથકે એસટીની સુવિધા હોવી જોઈએ કે ન હોવી જોઈએ તે પણ તંત્રને સવાલ કરવામાં આવી રહ્યો છે આ કોટડા સાંગાણી 42 ગામના તાલુકા મથક હોવા છતાં એસટી નું ઓરમાયુ વતન ? કરવામાં આવી રહ્યું છે કોટડા સાંગાણી તાલુકા મથકે અનેક ગામડાના લોકો કોટડાસાંગાણી સાથે સંકળાયેલા હોયછે કામ અરથે આવતા હોય છે અને સરકારી મોટી કચેરીઓ આવેલ છે જેમાં દરરોજ ના લોકો અપડાઉન કરતા હોય છે જેમાં સમયસર પહોંચવાનું હોય છે.

તે એસટીના અભાવે સમયસર પહોંચી શકતા નથી અને આ તાલુકાના ઘણા લાંબા સમયથી એસટી તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે જેમાં અનેક એસ.ટી ના રૂૂટો ઘણા લાંબા સમયથી બંધ કરી દેવામાં આવેલ છે અને જે સમયસર એસટીઓ ચાલે છે તે પણ એસટીના રૂૂટો અવારનવાર કાપી નાખવામાં આવે છે જેમાં લોકો શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પોતાની રોજી રોટી કમાવવા માટે લોકો જતાં હોય છે અને ધણા બધા એવા પણ દર્દીઓ છે કે કેશલ ના દર્દીઓ શેક લેવામાટે રાજકોટ જતા હોય છે અને કિડનીમા માટે ડાલેશીન કરવામાં ટે જતા હોય છે તેઓને સમય સર અપડાઉન કરતા હોય છે અને બસનો સાહરો લેતા હોય છે અને એકા એક બસ કાપી નાખવામાં આવે છે અને પેસેન્જર અને દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એસટીના રૂૂટો એકા એક કાપી નાખે છે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

અસેટી તંત્ર દ્વારા સમયસર એસટી ચાલુ કરવામાં આવે અને સમયસર લોકો પોતાની રોજી રોજગાર માટે શાપર વેરાવળ જઈ શકે અને એસ.ટી તંત્ર આ તાલુકાના ન્યાય આપે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે અને કર્મચારીઓ પણ સમય સર અપડાઉન કરતા હોય છે જેમાં તેપણ સમયસર પહોંચી શકે અને એસટી તંત્ર આ તાલુકાના ન્યાય આપે તેવી લોકમાનગણી કરવામાં આવી રહી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement