બસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોત
04:55 PM Nov 05, 2025 IST | admin
રાજકોટ શહેરના બસપોર્ટમાં આવેલા 19 નંબરના પ્લેટ ફોર્મ પર આજરોજ બપોરે બે વાગ્યે બસની રાહ જોઈ ઉભા રહેલા કરશનભાઈ ગુલાબભાઈ ઉ.વ.72 અચાનક પ્લેટ ફોર્મ પર ઢળી પડતા તેમને બેભાન હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. મુસાફર કરશનભાઈના પરિવારજનોનો સંપર્ક કરવા એડીવીઝન પોલીસે તજવીજ શરૂ કરી છે.
Advertisement
Advertisement
