For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જૈન સમાજમાં ધર્મોલ્લાસ

04:43 PM Aug 19, 2025 IST | Bhumika
કાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ  જૈન સમાજમાં ધર્મોલ્લાસ

વિવિધ સંઘોમાં ધ્યાન, પ્રવચન, સહિતના કાર્યક્રમોનું આયોજન, અનેક આરાધનાઓથી ઉપાશ્રયો ગુંજી ઉઠશે

Advertisement

આ વર્ષે સ્થાનકવાસી અને દેરાવાસી સમાજનાં પર્વાધિરાજ પયુષણા પર્વ 20 થી 27 ઓગસ્ટ સુધી યોજાશે જેમા 24 ઓગસ્ટ રવીવારે મહાવીર જન્મ વાંચનનાં વધામણા 14 સ્વપ્નની બોલી વગેરે યોજાશે.શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા ધીરગુરુદેવનાં શાલીન સાનિધ્યે ધર્મનાથ જૈન સંઘ બોપલમા તા. 20 થી રોજ સવારે 9.30 કલાકે પર્યુષણ પ્રવચનમાળા વિવિધ વિષય પર રાખેલ છે.જયારે સરિતા વિહાર રડાર પાસે મલ્લિનાથ ઉપાશ્રયે ધીરગુરુદેવનાં આજ્ઞાનુવર્તી પ્રખરવકતા હંસાબાઇ મ.સ , ઉષાબાઇ મ.સ તા. 18 નાં પયુર્ષણ આરાધનાર્થે પધારશે ઇન્દ્રપ્રસ્થનગર સંઘ દ્વારા જીતુભાઇ બેનાણીનાં નીવાસ સ્થાન રાજપથ બિલ્ડીંગ પંચવટી મેઇન રોડ ખાતે પુ. મીનાજી મ.સ , પુ. જીનેશાજી મ.સ ની નીશ્રામા પ્રવચન, સ્પર્ધા, પ્રતિક્રમણ યોજાશે.

સરદારનગર ઉપાશ્રયે પ્રવર્તીની વનીતાબાઇ મહાસતીજી, સુનંદાજી મ.સ , બંસરીજી મ.સ. ની નીશ્રામા પ્રવચનમાળા, મહીલા સ્પર્ધા વગેરે તેમજ શ્રમજીવી સોસાયટીમા સુશીલાજી મ.સ , પ્રવીણાજી મ.સ ઠાણા 4 ની નીશ્રામા રાઇય પ્રતિ ક્રમણ , વ્યાખ્યાન વગેરે કાર્યક્રમ રાખેલ છે વૈશાલીનગરમા જશ - પ્રેમ - ધીર સંકુલમા પુ. ઉષા - વીણાજી મ.સ ની હાજરીમા રોજ સવારે 9-15 કલાકેથી પ્રવચન અને ભકિતનગરમા તપસ્વી કિરણબાઇ મ.સ વિવિધ વિષય પર પ્રવચન કરશે રૈયા હિલ ખાતે હસુતાજી મ.સ નાં સાંનીધ્યે પ્રાર્થના, પ્રવચન જાપ વગેરે તેમજ ગોપાલ ચોકમા વિમલનાથ ઉપાશ્રયે વ્યાખ્યાન યોજાશે.રેસકોર્સ પાર્કમા પુ. જયોતિબાઇ મ.સ , પ્રખર પ્રવચન પ્રભાવક પુ. સ્મિતાજી મ.સ ઠાણા 4 ની નીશ્રામા વિવિધ કાર્યક્રમ તથા જૈનચાલ (ગોંડલ રોડ) મા પુ. માલતીજી મ.સ ની નીશ્રામા પર્યુષણ ઉજવાશે.ઇન્દુબાઇ મહાસતીજી ચોક નજીક નાલંદા તીર્થધામમા પદમાબાઇ મ.સ , સોનલબાઇ મ. સ , મીનળબાઇ મ. સ રોજ પ્રવચનો જુદા જુદા વિષય પર કરશે.આ સીવાય રોયલ પાર્ક - ઓમાનવાલા ઉપાશ્રયે સંઘાણી સંઘનાં સાધનાબાઇ મ. સ અને ગીત ગુર્જરીમા રાજેશ્ર્વરીબાઇ મ. સ નાં પ્રવચનો વગેરે યોજાશે.વિરાણી પૌષધશાળામા પ્રવચન પ્રભાવક ભાનુબાઇ મ.સ ઠાણા - 7 અને મહાવીરનગરમા હંસાબાઇ મ. સ ની ઉપસ્થીતીમા પર્યુષણ કાર્યક્રમો યોજાશે.ઉતમ ઉપાસનાં ભવન (19 સરદારનગર ) મા સાહીત્ય પ્રેમી દેવેન્દ્રમુનિ મ.સા , રામે એપાર્ટમેન્ટ સરદારનગરમા સુશાંતમુનિ મ. સા શારીરિક કારણોસર બીરાજે છે.શેઠ ઉપાશ્રયે વનિતાબાઇ મ.સ , સદરમા અજીતાબાઇ મ.સ , વિજયાબાઇ મ. સ , મનહર પ્લોટમા સુનીતાબાઇ મ. સ, વીતરાગમા રૂપાબાઇ મ. સની નીશ્રામા વિવિધ આયોજન કરાશે. જૈન બોર્ડિગમા આઠે દિવસ સાંજે 6.45 થી 8 કલાકે પ્રતિક્રમણનુ આયોજન કરાયુ છે.

Advertisement

પર્યુષણનાં કર્તવ્યરુપે તા. 28 નાં તપસ્વીઓનાં સમુહ પારણા બાદ અનેક સંઘોનાં સ્વામી વાત્સલ્ય - સંઘજમણ યોજાશે પર્યુષણનો સંદેશ છે કે ક્ષમાપનાં કાર્ડથી નહી હાર્ટથી કરશો.

જાગનાથ સંઘમાં વર્ધમાન તપનો પ્રારંભ
વર્તમાન સમયમાં લોકો જાત જાતની આરોગ્યની સમસ્યાઓથી પીડાતા હોય છે, મોટાભાગની બિમારીનું મૂળ પેટ છે.ત્યારે વિવિધ પ્રકારના તપ તેમાં અત્યંત અસરકારક નીવડે છે. જૈન ધર્મમાં વર્ધમાન તપનું અનેરું મહત્વ છે. આ તપનું ધાર્મિક મહત્વ અનેકગણું છે, સાથોસાથ આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત લાભપ્રદ છે.ત્યારે જાગનાથ શ્વે. મૂર્તિપૂજક સંઘમાં આગામી તારીખ 19મી ઓગસ્ટ મંગળવારના સવારે ન્યાસપ્રવર જગતશેખરવિજયજી વર્ધમાન તપનો પાયો નંખાવશે. જેમાં એકસોથી વધુ તપસ્વીઓ જોડાશે. આમ પણ પર્યુષણમાં નાની મોટી તપસ્યા કરવા માટે આપણું મન તૈયાર રહેતું હોય છે. ત્યારે આ વર્ષના પર્યુષણને જો જીવનભર માટે યાદગાર બનાવવું હોય તો વર્ધમાન તપનો પ્રારંભ કરી લેવો જોઈએ.નાના, મોટા, જૈન-અજૈન બધા જ કરી શકે. આ તપ અંગે વધુ વિગતો આપતાં પૂજ્યએ જણાવ્યું હતું કે, વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય, એવું તપ એ વર્ધમાન તપ! આ તપમાં મુખ્ય આયંબિલ અને સાથે ઉપવાસ હોય છે.જેમાં એક આયંબિલની ઓળીથી શરુ કરી ક્રમે-ક્રમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમ પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે. જેને વર્ધમાન તપનો પાયો નાખવો કે થડું બાંધવું કહેવાય છે.

આયંબિલમાં દિવસમાં એક જ વખત , એક જ જગ્યાએ બેસીને ભોજન લેવાનું હોય.એમાં વિગઈ રહિતનું એટલે તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ અને સાકર વિનાનું, રસ અને સ્વાદ વિનાનું ભોજન લેવાનું હોય.જેમ સર્પ એના દરમાં સડસડાટ ચાલ્યો જાય એમ ખોરાક સ્વાદ માટે વાગોળ્યા વિના આપણા પેટમાં સડસડાટ ચાલ્યો જવો જોઈએ. ઘઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.મસાલામાં હીંગ, મરી અને મીઠું ખાઈ શકાય છે.ઘી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય. આયંબિલ કે વર્ધમાન તપ કરતા તપસ્વીઓ માટે આ પ્રકારના આયંબિલના ભોજનની વ્યવસ્થા સંઘમાં ઉપલબ્ધ હોય છે.વર્ધમાન તપનો પાયો નાખ્યા બાદ પોતાની અનુકુળતા એ ગમે ત્યારે શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે તરત જ અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ 5050 આયંબિલ અને 100 ઉપવાસ કરવાના હોય છે. જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે. રાજકોટના આંગણે જયારે એકસોથી વધુ તપસ્વીઓ આ તપમાં જોડાઈ રહ્યા છે ત્યારે હજુ પણ રસ ધરાવતાં જૈન-અજૈન કોઈપણ આ તપમાં જોડાઈ શકે છે. આ માટે જાગનાથ સંઘની ઓફીસ /11 જાગનાથ પ્લોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

ધીરગુરુદેવની નિશ્રામાં પર્યુષણ પ્રવચન ધારાનું લાઈવ પ્રસારણ
શ્રી ધર્મનાથ જૈન સંઘ કાઠિયાવાડ ભવન બોપલ, અમદાવાદના ઉપક્રમે પૂ. ધીરગુરુદેવના સાનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ પ્રવચનધારાનું તા. 20 થી 27 ઓગસ્ટ સુધી રોજ સવારે 09:30 થી 11:00 કલાકે આયોજન કરાયું છે.જેમાં તા. 20 ના બુધવારે Balancing Skills - સંતુલન જાળવવાની કળા. તા. 21 ના Encouraging Skills - પ્રોત્સાહિત કરવાની કળા, તા. 22 ના Handling Skills - અંકુશ રાખવાની કળા તા. 23 ના Accepting Skills - - સ્વીકારવાની કળા તા. 24 ના Pausing Skills - અટકવાની કળા તા 25 ના ઙજ્ઞિભયયમશક્ષલ જસશહહત - આગળ વધવાની કળા તા. 26 ના Waiting Skills - ધીરજ રાખવાની કળા અને તા. 27, સંવત્સરીના Forgiving Skills - ક્ષમા આપવાની કળા વિષય પર પ્રવચન યુ-ટ્યુબમા DHEER PRAVACHAN DHARAચેનલમાં લાઈવ પ્રસારણ બીનાબેન અજયભાઈ શેઠના સૌજન્યથી કરાશે.

ઇન્દ્રપ્રસ્થનગર સંઘ દ્વારા પર્યુષણ પર્વ પ્રવચન માળાનું આયોજન
ઇન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ આરાધના ભવનમાં બિરાજીત ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સાધ્વીરત્ના મીનાજી મહાસતીજી, જિનેશાજી મ.સ.ની નિશ્રામાં તા.20થી 27 સુધી પંચવટી મેઇન રોડ ખાતે રાજપથ બિલ્ડીંગમાં રોજ સવારે રાઇય પ્રતિક્રમણ, 9-15 કલાકે પ્રવચન, બપોરે વિવિધ સ્પર્ધા, સાંજે 6.45 કલાકે ભાઇઓ અને બહેનો માટે પ્રતિક્રમણનું આયોજન કરાયું છે. સમગ્ર વ્યવસ્થા જીતુભાઇ બેનાણી, ધીરૂભાઇ વોરા, નલીન બાટવીયા, રાજુ બાટવીયા, જયશ્રી શાહ સંભાળી રહ્યા છે. સરિતા વિહારમાં મલ્લિનાથ ઉપાશ્રયે પ્રખર વકતા હંસાબાઇ મ.સ., ઉષાજી. મ.સ., સરદારનગરથી પર્યુષણ પર્વ પ્રસંગે ખાસ પધાર્યા છે. રોજ સવારે 9.15 કલાકે પ્રવચન, બપોરે સ્પર્ધા સાંજે પ્રતિક્રમણ યોજાશે. સરદારનગર સંઘમાં પ્રવર્તીની વનિતાબાઇ મહાસતીજીની નિશ્રામાં સુનંદાજી મ.સ., બંસરીજી મ.સ. આદી પર્યુષણમાં પ્રવચન તેમજ બપોરે વિવિધ સ્પર્ધા સાંજે પ્રતિક્રમણ આરાધના રાખેલ છે. વૈશાલીનગર ખાતે જશ- પ્રેમ- ધીર સંકુલમાં ઉષાજી મ.સ.,વીણાજી મ.સ.ની નિશ્રામાં બુધવારથી રોજ સવારે 9.15 કલાકે પર્યુષણ વ્યાખ્યાન કાર્યક્રમ રાખેલ છે.

વિરાણી પૌષધશાળામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના વધામણા
ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય પુરૂષોતમ મ.સા.ના સુશિષ્ય ગોંડલ ગચ્છ શિરોમણી જશરાજજી મ.સા.ના આજ્ઞાનુવર્તીની અધ્યાત્મયોગીની સુર્ય વિજય મ.સ.ના સુશિષ્યા પ્રવચન પ્રભાવીકા ભાનુબાઇ મ.સ. આદિઠા.-7 સ્થા.જૈન મોટા સંઘમાં ચાતુર્માસ અર્થે બિરાજે છે.
જ્ઞાની ધ્યાની અધ્યાત્મપ્રેમી ભાનુબાઇ મ.સ.ના મૌન ચાતુર્માસ પ્રવેશ બાદ શુભારંભમાં જ નાના ભગવાનની પુણ્યતિથિ નિમિતે કરાવેલ તપ બાદ અનેક આરાધનાઓથી ઉપાશ્રય ગુંજી રહ્યો છે. ચાતુર્માસ દરમ્યાન ઉપવાસની અઠ્ઠાઇ, આયંબીલની અઠાઇ એકાસણાની અઠાઇ દશાંગી તપ આદી તપશ્ચર્યાની સાંકળ ચાલુ છે. પ્રવચનમાળા, નવલખા જાપ, શીશુ શિબિર, મહીલા જ્ઞાન શિબિર 49 પ્રતિક્રમણ આદી આરાધનાથી ઉપાશ્રયમાં આનંદ મંગલ વર્તે છે. પર્વાધીરાજ પર્યુષણ પર્વ રૂમઝુમ કરતા આવી રહ્યા છે. જેના વધામણા રૂપે સવારે પ્રાર્થના, અખંડ જાપ, પ્રવચન માળા બપોરે વિવિધ ગેઇમ્સ, દેવસીયા પ્રતિક્રમણ આદી આરાધનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તો નાના મોટા દરેકને વિવિધ આયોજનોમાં જોડાવવા સંઘનું નમ્ર નિવેદન છે.
જય જિનેન્દ્ર આરાધના ગૃપ જન કલ્યાણ સોસાયટીમાં શાંતમૂર્તિ બા.બ્ર. શાંતાબાઇ મ.સ. આદી ઠા. 4 સુખ સાતામાં બિરાજે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દેવસીય પ્રતિક્રમણ જય જિનેન્દ્રમાં કરાવવામાં આવશે તો સહુને દર્શન આરાધનાનો લાભ લેવા નમ્ર નિવેદન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement