For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટવાસીઓને મળવા પક્ષના નેતાઓ હરહંમેશ ઉત્સુક હોય છે: જગદીશ વિશ્ર્વકર્મા

05:39 PM Oct 16, 2025 IST | Bhumika
રાજકોટવાસીઓને મળવા પક્ષના નેતાઓ હરહંમેશ ઉત્સુક હોય છે  જગદીશ વિશ્ર્વકર્મા

પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો: શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

Advertisement

ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના અભિવાદન સમારોહમાં 20 હજારથી વધુ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના સ્વાગત માટે રાજકોટ શહેર યુવા મોરચાની આગેવાનીમાં જય રામના નારા સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓની 2000 બાઈક રેલીથી તેમનું રેસકોર્ષ મેદાન સુધીના રૂૂટ સુધી બાઈક રેલી, અને રેસકોર્ષ મેદાનમાં લાઈટવાળી છત્રી, નાસિક ઢોલ, ભવ્ય આતશબાજીથી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીએ સૌ પહેલા રાજકોટના ઉપસ્થિત કાર્યકર્તાઓનું અભિવાદન બાદ કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચારના પઠન દ્વારા નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદિશભાઈ વિશ્વકર્માજીને આર્શીવાદ આપવામાં આવ્યા હતા.

આ તકે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીએ કાર્યક્રમમાં પધારતાની સાથે જ મંચ ઉપર ઉપસ્થિત જુનાગઢના ઈન્દ્રભારતી બાપુ, પરબધામના 100 થી વધુ સાધુ સંતો અને મહંતોની રૂૂબરૂૂ મુલાકાત લઇ તેમને ફુલહાર અને પુષ્પ અર્પણ કરી ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશના વિકાસ માટે તેમના આર્શીવાદ મેળવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સ્વાગત અને અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષનું પાઘડી પહેરાવી, પુજાનો પડો અને ફ્રુટ બાસ્કેટ અર્પણ કરી જેમનું સન્માન પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, અલ્પેશ ઢોલરીયા, જેન્તીભાઈ રાજકોટીયા, જયંતીભાઈ કવાડીયા અને બીનાબેન આચાર્ય દ્વારા કરવામાં આવેલ હતુ, આ તકે ઉપસ્થિત પૂર્વ આગેવાનો અને સાંસદો, ધારાસભ્યો, આગેવાનો વિવિધ સંસ્થાના અગ્રણીઓએ પ્રદેશ પ્રમુખનું 10000થી વધુ ચોપડા વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમના પ્રારંભે નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જનમેદની વચ્ચેથી પગપાળા આવીને સ્ટેજ ઉપર બિરાજમાન થયા હતાં અને સૌ કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું હતુ, ત્યારબાર દિપપ્રાગટય કાર્યક્રમ ખુલ્લો મુકયો હતો. આ પ્રાસંગિક ઉદબોધન આપતાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ અને રાજકોટ લોકસભા સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પરશોતમભાઈ રૂૂપાલાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધન કરતાં નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આટલી મોટી વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહીને સમગ્ર દેશમાં રાજકોટનો વટ પાડી દીધો છે, રાજકોટ શહેર જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે પક્ષના દિગ્ગજ નેતા સ્વ. અટલબિહારી બાજપાઈથી લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના શહેરીજનો અને પક્ષના કાર્યકર્તાઓને મળવા હરહંમેશ ઉત્સુક હોય છે જેમાં હું પણ છું.

આ ઉપરાંત તેઓએ જીએસટીમાં આપેલી રાહત, ઓપરેશન સિંદૂર અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અભુતપૂર્વ વિકાસ થયો છે તેની આછેરી ઝલક પણ આપી હતી. તેમજ સ્વ. ચિમનભાઈ શુકલ અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણી સહિતના જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંસ્મરણો વાગોળ્યા હતા અને રાજકોટવાસીઓનો છલકાયેલો પ્રેમ જોઈ ગદગદીત થઈ ગયા હતા.

આ સમગ્ર કાર્યક્રમની શરૂૂઆતમાં દેશભકિત અને લોકસાહિત્યના રંગે રંગાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ સૌ ઉપસ્થિત જનમેદનીએ મનભરી માણ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો તથા સાધુ સંતો, શહેર શ્રેષ્ડીઓ તેમજ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કર્યુ હતું અને આ કાર્યક્રમને ભવ્ય અને જાજરમાન રીતે સફળ બનાવવા બદલ રાજકોટ શહેરની જનતા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement