RTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે
રાજકોટ જિલ્લામાં 1413 સીટનો વધારો કરાયો : તા. 12 માર્ચ સુધી અરજી સ્વીકાર્ય
હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2025ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
રાજકોટ શહેરમાં છઝઊ હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તે માટે આ વર્ષે 592 ખાનગી શાળાઓમાં 4,453 સીટ છે જેની સામે ગત વર્ષ 2024 માં 589 ખાનગી શાળાઓમાં 3,713ની ઇન્ટેક કેપેસિટી હતી એટલે કે ગત વર્ષ કરતાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવી શકાય તેવી શાળાઓમાં 3નો વધારો થયો છે જ્યારે ઇન્ટેક કેપેસિટી પણ 740 વધી છે.
જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓમાં વર્ષ 2025માં 329 ખાનગી શાળાઓમાં 2,187 સીટ છે. જેની સામે ગત વર્ષે 2024માં 215 શાળાઓમાં 774 ઇન્ટેક કેપેસિટી હતી એટલે કે અહીં પણ 11 તાલુકાની ખાનગી શાળાઓમાં 114નો વધારો થયો છે, જ્યારે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1,413નો વધારો નોંધાયો છે. જ્યારે બંને થઇને એટલે કે રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે.
ગત વર્ષે ધોરણ-1માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો મહત્વની વાત એ છે કે, વર્ષ 2023-24થી ગુજરાત સરકાર દ્વારા એવો નિયમ ગણવામાં આવ્યો હતો કે, જે બાળકોને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓને જ ધોરણ-1માં પ્રવેશ આપવો. જેની અસર વર્ષ 2024-25ના એડમિશનમાં જોવા મળી અને રાજ્યમાં ધોરણ-1માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો અને તેથી તેની અસર સ્વરૂૂપે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. કારણકે 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેઓને બાલવાટિકામાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી.
આ વર્ષે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેની જાહેરાત ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઈ. જોષી દ્વારા કરવામાં આવેલી છે. વાલીઓ http://rte .orpgujarat.com વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. જેમાં 1 જૂન, 2025ના 6 વર્ષ પૂર્ણ થતા હોય એવા બાળકો જ ધોરણ-1માં પ્રવેશપાત્રતા ધરાવે છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.