ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માતા-પિતા હોટલમાં પાર્ટી કરતા રહ્યા અને બાળક વોટર પોન્ડમાં પડી 15 મીનિટ તરફડી મોતને ભેટયું

04:05 PM Sep 16, 2025 IST | Bhumika
Advertisement

સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા ત્યારે આ કરૂૂણ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આ હોટલ પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે.

Advertisement

યોગી ચોકના શુભમ રેસીડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. હોટેલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂૂ થવાનું હતું. આ દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો નાનો પુત્ર ક્રિસીવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો.

બેન્કવેટ હોલમાં કોઇને ખબર નહોતી કે બાળક ક્યાં છે. જ્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી, તે દરમિયાન બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી. તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી. હોટલના સંચાલકો ક્રિસીવને બહાર કાઢવા માટે દોડી આવ્યા. બાળકને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ તે બેભાન હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો.
સમગ્ર ઘટના અંગે હોટલના મેનેજર હસનભાઈ રાબડીએ જણાવ્યું કે બાળક વોટર પોન્ડમાં પડી ગયો હતો. બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. મેં તાત્કાલિક બાળકને બહાર કાઢ્યો અને તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

Tags :
child deathgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement