RKCમાં કો-એજ્યુકેશનના નિર્ણય સામે વાલીઓનો મોરચો
150 વર્ષથી ચાલી આવતી પરંપરા વિસરાઈ: નવા શૈક્ષણિક વર્ષથી ધો. 4થી 10માં છોકરા-છોકરીઓને સાથે બેસાડવાના નિર્ણયથી વિવાદ
આવતીકાલે પ્રિન્સિપાલ અને ત્યાર બાદ કોલેજના અન્ય ટ્રસ્ટીઓને કરાશે રજૂઆત: નિર્ણય નહીં બદલે તો આંદોલનની ચીમકી
રાજકોટ અને સૌરાષ્ટ્રની નામાંકીત સ્કૂલ રાજકુમાર કોલેજમાં ધો. 4 થી 10માં હવે છોકરા અને છોકરીઓને સાથે બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વાલીઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે. અને કચવાટ ફેલાયો છે. ટ્રસ્ટીઓના નિર્ણય સામે વાલીઓ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. આ નિર્ણય હાલ રાજકોટ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
આ અઁગે મળતી વિગતો મુજબ વાલીએ જણાવ્યું હતું કે, આસંસ્થા 150 વર્ષ જૂની છે. અનેતેમાં અભ્યાસની સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવી રહ્યું છે.
અત્યારે હાલ ધો. 1થી 3માં દિકરા-દિકરીઓને સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે ર્ેધો. 4થી 10 માં અલગ અલગ અભ્યાસ કરાવાય રહ્યો છે. પરંતુ આગામી શૈક્ષણિક સત્રથી ધો. 4થી 10માં દિકરા દિકરીઓને સાથે અભ્યાસ કરાવવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળના પ્રમુખ રાજકોટના મહારાજા માધાતાસિંહ જાડેજા દ્વારા લેવામાં આવ્યો છે.
હાલ શાળામાં ધો. 4થી 10ના 800થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 2003ના વર્ષથી અહીં દિકરા અને દિકરીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ હાલ કો-એજ્યુકેશનનો નિર્ણય લેવાથી વાલીઓમાં વિરોધના સુર ઉઠ્યા છે.
વધુમાં વાલીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય બાબતે આવતીકાલે અમે રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલને રૂબરૂમાં લેખીતમાં રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ આ શાળાના ફાઉન્ડીંગ સભ્યો રાજા રજવાડાઓ છે. જેથી ટ્રસ્ટી મંડળના અન્ય સભ્યોને પણ રૂબરૂ મળી અને નિર્ણય બદલવા માટે રજૂઆત કરીશુ આ બાબતે યોગ્ય નિર્ણય નહી લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
નિર્ણય નહીં બદલવા કોલેજના પ્રમુખ માંધાતાસિંહ જાડેજાનો સ્પષ્ટ ઈન્કાર
આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન રાજભા ઝાલા સહિતના ચારથી પાંચ વાલીઓ રાજકુમાર કોલેજના પ્રમુખ અને રાજકોટના મહારાજા માંધાતાસિંહ જાડેજાને રૂબરૂ મળી આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરી હતી. જો કે, આ નિર્ણય નહી બદલે તેવો સ્પષ્ટ જવાબ આપ્યો હોવાના અને આગામી શૈક્ષણિક સત્રથી અમલવારી થસે આ નિર્ણયમાં કોઈફેર નહી કરાય તેવો જવાબ આપ્યો હોવાનું વાલીઓએ જણાવ્યું છે.
ખાનગી શાળાના સંચાલકોને ખટાવવાનો કારસો હોવાનો વાલીઓનો આક્ષેપ
વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અન્ય નામાંકિત શાળાના સંચાલકની નજર રાજકુમાર કોલેજ પર છે. અને તેઓ આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી પણ છે. તેઓ સાથે એવી પણ મંત્રણા થઈ હોઈ શકે કે કો-એજ્યુકેશન થયા બાદ જે જગ્યા વધે છે તે ભાડે લઈ અને અન્ય શાળાના છાત્રોને ત્યાં ભણાવવામાં આવી શકે છે. અને ખાનગી શાળાના સંચાલકને ખટાવવાનો આ કારસો હોય શકે.