જૂનાગઢમાં શિકારની શોધમાં દીપડો મરઘા ઉછેર કેન્દ્રમાં ઘૂસી જતાં દોડધામ
જુનાગઢમાં શિકારની શોધમાં દીપડી મરઘા ફાર્મમાં ઘૂસી ગઈ હતી. વન વિભાગને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને દીપડીને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ જુનાગઢ રેંજ દ્વારા દીપડીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલ, દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી છે. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ઓઝત નદી કાંઠે મરઘા ફાર્મ આવેલું છે. નદી કિનારે વન્ય જીવોની અવરજવર રહેતી હોય છે.
ત્યારે આજે એક દીપડી શિકારની શોધમાં મરઘા ફાર્મમાં ઘૂસી આવી હતી. દીપડી અંગે જાણ થતાં મરઘા ફાર્મનાં માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી, સામાજિક વનીકરણ જુનાગઢ રેંજની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડીનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભાર જહેમત બાદ વન વિભાગની ટીમ દ્વારા દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં આવી હતી. ટીમ દ્વારા દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા સ્થાનિક લોકોને વહેલી સવારે અને સાંજનાં સમયે વધુ સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે. જ્યારે, બીજી તરફ ફાર્મ અને ખેતરોમાં કામ કરતા હોય ત્યારે લોકોમાં ભયના માહોલ વચ્ચે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી સ્થાનિકો દ્વારા માગ કરાઈ છે.