રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હોર્ન વગાડવા પ્રશ્ર્ને પાનના ધંધાર્થી પર પાંચ શખ્સોનો હુમલો, દુકાનમાં તોડફોડ

05:11 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

કોઠારીયા રોડ હુડકો ચોકી પાસે ક્રિષ્ના પાનની દુકાન નજીક હોર્ન વગાડવા મામલે આહીર યુવક સાથે બાવાજી શખ્સે માથાકુટ કર્યા બાદ પાનની દુકાને સમાધાન માટે એકઠા થતા બાવાજી શખ્સે તેના સાગરીતો સાથે મળી બે સગાભાઇ પર હુમલો કરી પાનની દુકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યુ હતું.

Advertisement

બનાવની વિગતો અનુસાર, હુડકો ચોકી પાછળ દિપ્તીનગરમાં રહેતા વિક્રમભાઇ નિર્મળભાઇ ગૈરેયા (આહીર) (ઉ.વ.32) નામના યુવકે ફરિયાદમાં હાર્દીક બાવાજી અને તેમના સાગરીતો વિરુદ્ધ મારામારી, રાયોટ અને મિલકત નુકસાન અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. વિક્રમભાઇએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, પોતે હુડકો ચોકી પાસે પાનની દુકાન ધરાવે છે. ગઇકાલે તેમના ભાઇ તુષાર બાઇક લઇ જતો હતો ત્યારે તેની પાછળ હાર્દીક બાવાજી કાર લઇને હોર્ન મારતો હોય જેથી તુષારે સાઇડ આપતાં હાર્દિક તેની સામે જોતા બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં વિક્રમે વચ્ચે પડી છોડાવ્યાં હતાં. આ મામલે ફરી હાર્દિક વિક્રમની પાનની દુકાને આવી માથાકુટ કરી હતી અને જેમાં ત્યારે હાર્દીક પોતાની કારમાં ચાર થી પાંચ અજાણ્યા શખ્સો આવ્યાં હતા.

આ બનાવમાં તમામ પાસે પાઇપ અને ક્રિકેટ રમવાના સ્ટમ્પ હતા. તુષારને છોડાવવા વચ્ચે પડતાં તેમને ધોકાના ઘા ઝીંકી અને છરી વડે મારમાર્યો હતો. આ અંગે તેમને ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ અંગે ભક્તિનગર પોલીસમાં આરોપીઓ વિરૂદ્ધ રાયોટીંગ અને મારામારી તેમજ મિલકત નુકસાન અંગેનો ગુનો નોંધાયો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement