પાલીતાણાનો હવા મહેલ બનશે લક્ઝરી હોટલ
રાજકોટના રાજવી પરિવારની તાજ ગ્રૂપ સાથે ભાગીદારી
ભૂતકાળના વારસાને સાચવવા અને વૈશ્ર્વિક પ્રવાસીઓને આકર્ષવા મહત્વપૂર્ણ પગલું: માંધાતસિંહજી જાડેજા
વિશ્વની ખ્યાતનામ હોટલ તાજ ગ્રુપ દ્વારા રાજકોટના રાજ પરિવાર સાથે એક ઐતિહાસિક ભાગીદારી કરી પાલીતાણા ખાતે આવેલ રાજ પરિવારના હવા મહેલ તરીકે જાણીતા પેલેસને હોટેલ તરીકે વિકસાવવા એમઓયુ કરાયા છે. IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ચટવાલે જણાવ્યું હતું કે, તાજ 121 વર્ષથી વધુ સમયથી વૈભવને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે અને વિશ્વના સૌથી મોટા હોટેલ બ્રાન્ડ ગ્રુપ અને ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ તરીકેની તેની માન્યતા આ વારસાનો પુરાવો છે. રાજકોટના ઠાકોર સાહેબ મંધાતસિંહજી જાડેજા તાજ ગ્રુપ સાથે ભાગીદારી કરીને પાલિતાણા મહેલને તાજ બ્રાન્ડ હેઠળ લાવવાનો ગર્વ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, આ સહયોગ ભારતના સમૃદ્ધ વારસાને જાળવવા અને તેના મહેલો, હવેલીઓ અને કિલ્લાઓના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે IHCL ની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.તાજ પાલિતાણા ઐતિહાસિક આકર્ષણ અને આધુનિક સુવિધાઓનું મિશ્રણ પ્રદાન કરશે. હોટેલમાં આખા દિવસના ડિનર, એક વિશેષ રેસ્ટોરન્ટ, એક લાઉન્જ અને જીમ, પૂલ અને સ્પા સહિતની અત્યાધુનિક સુવિધાઓ દ્વારા ડિઝાઇન કરાયેલા રૂૂમ અને સ્યુટ હશે. ઉપરાંત પાલિતાણા પેલેસમાં 3,000 ચોરસ ફૂટનો બોલરૂૂમ, મીટીંગ હોલ અને સામાજિક અને લગ્ન કાર્યક્રમો માટે વિશાળ આઉટડોર લોન હશે. આ મિલકતમાં શાહી કલા અને ઐતિહાસિક કલાકૃતિઓનો સંગ્રહ પણ પ્રદર્શિત કરવામાં આવશે, જે મહેમાનોને પાલિતાણાના ભૂતકાળની ઝલક આપશે.
સાથે આધુનિક સ્પર્શ સાથે વારસાનું જતન પણ તાજ હોટલ દ્વારા કરવામાં આવશે, ટ્રાઇડેન્ટ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રાજકોટના રાજવી પરિવારનું પ્રતિનિધિત્વ કરતા ઠાકોર સાહેબ મંધાતસિંહજી જાડેજાએ IHCLના તાજ સાથે ભાગીદારી કરવાનો ગર્વ વ્યક્ત કરતા કહ્યું, પાલિતાણા પેલેસને ભૂતકાળના વારસાને જાળવી રાખી તેણે એક અલગ સ્વરૂૂપમાં રૂૂપાંતરિત કરવા માટે અમે IHCLના તાજ સાથે ભાગીદારી કરી રહ્યા છીએ તે ખૂબ જ ગર્વની વાત છે. આ સહયોગ પાલિતાણાના વારસાને સાચવવા અને વૈશ્વિક પ્રવાસીઓમાં શહેરની આકર્ષણ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તાજ પાલિતાણાને હોટલ તરીકે વિકસાવવાના એમઓયુ સાથે હવે IHCL પાસે ગુજરાતમાં 29 હોટલ હશે, જેમાં 10 વધુ ડેવલપમેન્ટ હેઠળ છે.