ગુજરાત સરહદે પાકે. 600થી વધુ ડ્રોન હુમલા કર્યા
ગાંધીનગર આવેલા BSFના આઇ.જી.અભિષેક પાઠકનો ઘટસ્ફોટ, તમામ ડ્રોન તોડી પડાયા
ઓપરેશન સિંદૂરને લઈ BSFદ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. BSFના IGએ કહ્યું- પાકિસ્તાને 2...5 નહીં પણ 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. સેનાએ પાકિસ્તાનના તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. ગુજરાત બોર્ડર પર પાકિસ્તાને ટેન્કો ગોઠવી હતી. હુમલા પછી પાકિસ્તાને બોર્ડર પર ટેન્ક અને આર્ટિલરી પણ તૈનાત કરી હતી.
ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ ગુજરાતના BSFનાIG અભિષેક પાઠકે કહ્યું, ગુજરાતમાં 800 થી વધુ મહિલા BSF કર્મચારીઓ છે. સમગ્ર કામગીરી દરમિયાન, તમામ મહિલા BSFકર્મચારીઓને સરહદ પર તૈનાત કરવામાં આવ્યા હતા. હું આસિસ્ટન્ટ કમાન્ડન્ટ્સ અમનદીપ અને નીતિ યાદવનો ઉલ્લેખ કરવા માંગુ છું, બંને મહિલા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ્સ જેમણે કંપની કમાન્ડન્ટ તરીકે સૌથી પડકારજનક ખાડી વિસ્તારમાં નેતૃત્વ કર્યું હતું.
BSFભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ સરહદ પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુજરાત ફ્રન્ટિયર આ બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
જે રાજસ્થાનના બાડમેર જિલ્લાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સર ક્રીક સુધીની ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.પહેલગામ હુમલા પછી રાજ્યની બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. ઈન્ટેલિજન્સનો રિપોર્ટ મળ્યા પછી BSFએ સર્વેલન્સ પણ શરુ કર્યું છે. બોર્ડર પર હાલ જવાનોની સંખ્યા વધારી દેવાઇ છે. BSFના જવાનોએ સરહદે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે.
7 મે પાકિસ્તાનમાં આતંકી અડ્ડા પર હુમલો કર્યો જેમાં અનેક આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાન સૈનિક અને સિવિલિયન્સ કોઈ નુકશાન નથી પહોંચાડ્યું. સરહદના ગામની ફ્રન્ટ લાઈનની સુરક્ષાની જવાબદારી BSF લીધી હતી. તમામ એજન્સી સાથે મળીને કામ કરતી હતી જેથી કોઈ તકલીફના પડી. 1971માં પણ 15 જેટલી ચોકીઓ ને કબજે લીધી હતી. ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂરને લઈને BSFની પત્રકાર પરિષદ યોજી હતી. આઈજી અભિષેક પાઠકે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ઈન્ટેલિજન્સ રીપોર્ટ મળ્યા બાદ BSF દ્વારા સર્વેલન્સ શરૂૂ કરવામાં આવ્યું અને પાકને વળતો પ્રહાર કરવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. BSF દ્વારા વધારે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું. જેથી કોઇ પણ સ્થિતિ સામે ભારત મજબુત જવાબ આપી શકે. પહલગામ હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. જેનાથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું હતું અને કઈંક મોટું કરવાનો ઈરાદો હતો.