For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરીના તબીબ સરપંચને વેરા બાબતે જાનથી મારવાની ધમકી

04:13 PM Jun 28, 2025 IST | Bhumika
પડધરીના તબીબ સરપંચને વેરા બાબતે જાનથી મારવાની ધમકી

પાણી વેરો વધુ આવે છે તેમ કહી ગામના શખ્સે પંચાયતમાં બઘડાટી બોલાવી

Advertisement

પડધરીના સરપંચને ગ્રામ પંચાયત ચેમ્બરમાં ઘુસી પાણી વેરો વધુ આવે છે કહી ગામના જ શખ્સે શખ્સે તીબીંબ સરપંચ ને મારી નાખવાની ધમકી આપતા પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતોમ મુજબ પડધરીની શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા સરપંચ તબીબ વિજયભાઈ ગગજીભાઈ પરમારે નારણ રામભાઈ ડોડીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તે ગામના સરપંચ તરીકે સેવા આપે છે તેમજ પડધરીમાં પોતાની ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. ગઈ તા.ર0ના બપોરે ગ્રામ પંચાયત ઓફીસે હતા ત્યારે પડધરીના મોટા રજપૂતવાસમાં રહેતો નારણ ડોડીયા આવ્યો હતો અને તલાટી મંત્રી દર્પણભાઈ સાથે પાણી વેરા બાબતે રકજક કરતો હતો બાદમાં મારી ચેમ્બરમા ધસી આવ્યો હતો અને અને કહેલ કે પાણીનો વેરો મારે વધારે આવેલ છે તો તેમને કહેલ કે અમારા કલાર્ક કોમ્પ્યુટરમા જોઈ દેશે તેમ કહેતા નારણ કલાર્ક પાસે ગયો હતો.

Advertisement

કલાર્કએ કોમ્પ્યુટરમા જોઇ પાણી વેરો બરોબર છે તેમ કહેતા નારણ ફરીવાર ચેમ્બરમાં ધસી આવ્યો હતો અને પાણી વેરો મારી પાસેથી વધારે વસુલો છો કહી ગાળો દેવા લાગ્યો હતો અને કહેલ કે તુ બહાર નીકળ એટલે તને મારી નાખવો છે કહીં માથાકુટ કરવા લાગ્યો હતો હાજર સ્ટાફે ઓફીસમાથી બહાર કાઢ્યો હતો જે બાદ નારણ જતો રહ્યો હતો સરપંચે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement