પી.ટી.જાડેજા દ્વારા શ્રાવણ માસમાં ભક્તો પર પાંબદી મૂકવા માટેના પ્રયાસો
અમરનાથ મંદિર ટ્રસ્ટના મંત્રી અને સહમંત્રી સહિતના લોકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆતથી ફરી વિવાદના એંધાણ
બીગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરમાં મહાઆરતી વિવાદ શાંત થવાનું નામ લેતો નથી આરતી મામલે મંદિર ટ્રસ્ટના પ્રમુખ પી.ટી.જાડેજા સામે થયેલી પાસા કાર્યવાહી બાદ જેલમુક્ત થતા પી.ટી.જાડેજા ફરી મંદિરમાં આરતી કરવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર પટાંગણમાં સામેના લોકો સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી. સપ્તાહ પૂર્વે બનેલી આ ઘટના બાદ અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના મંત્રી અને સહ મંત્રીએ પોલીસ કમિશ્નર સમક્ષ પી.ટી.જાડેજા દ્વારા શ્રાવણ માસમાં ભક્તો પર પાંબદી મુકવા માટેના પ્રયાસો સાથે આડકતરી રીતે આરતી ઉપર રોક લગાવ્યાના આક્ષેપ સાથે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના મંત્રી અર્જુનભાઈ ટહેલરામ લખવાણી અને સહમંત્રી હસુભાઈ ભાણજીભાઈ કારેલીયા તેમજ આસપાસના તમામ રહેવાસીઓ દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું કે, મંદિરોનું નિર્માણ જે તે સમયે આસપાસની સોસાયટીના તમામ રહીસોના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ છે. એટલે કે આ મંદિર કોઈ ખાનગી માલિકીનું મંદિર નથી. વર્ષ-2004માં ટ્રસ્ટ તરીકે નોંધણી કરવામાં આવ્યા બાદ ટ્રસ્ટના બંધારણની જોગવાઈ મુજબ પ્રથમ ત્રણ વર્ષ માટે ટ્રસ્ટીઓની નિમણૂક થયેલ હતી જેમાં પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પ્રમુખ),દેવલાલ નારાયણલાલ પરમાર (ઉપપ્રમુખ),અર્જુનભાઈ ટહેલરામ લખવાણી (મંત્રી),શાંતિભાઈ કાનજીભાઈ રુપારેલીયા (ખજાનચી) અને હસુભાઈ ભાણજીભાઈ કારેલીયા (સહમંત્રી) તરીકે પસંદ કરાયા હતા. ટ્રસ્ટી માંથી ટ્રસ્ટના ખજાનચીનું અવસાન થયેલ છે.
ટ્રસ્ટના ઉપપ્રમુખ ઘણા વખતોથી વિસ્તાર છોડી ચાલ્યા ગયા છે. મંદિરમાં નિયમોના નામે પોતાના અંગત સ્વાર્થ અને હેતુઓને પરીપુર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને લઈ ભક્તોમાં અત્યંત નારાજગી છે. પરિસ્થિત એવી છે કે પ્રમુખના ત્રાસથી શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓને મહાઆરતી કરવા પર હાલ આડકતરી રોક લગાવેલ હોવાથી ભાવિકો અત્યંત વ્યથિત થઈ ક્રમને મહાઆરતી કરવાનું માંડી વાળ્યુ છે બનીબેઠેલ પ્રમુખ દ્વારા હાલના અન્ય ટ્રસ્ટીઓ અને અન્ય ભક્તોને ભાવથી ભક્તિ કરવાને બદલે ભય દેખાડી અને સાર્વજનિક મંદિરમાં ભક્તોની આસ્થા થી વિરુધ્ધના નિયમો બનાવી બિનજરુરી મંદિરનું વાતાવરણ દુષિત કરી રહ્યા છે ે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અન્ય ટ્રસ્ટી અને આસપાસના તમામ રહેવાસીઓની અરજ છે.