રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

P.M. સાહેબે રિપોર્ટ માગ્યો, તમે કેટલા સભ્યો બનાવ્યા?

04:07 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પત્રકાર પરિષદના ડાયેસ ઉપર પ્રધાનોમાં છલકાયું સદસ્યતા અભિયાનનું ટેન્શન

તમારા વોટર્સ કેટલા અને તમે કેટલા સભ્ય કર્યા?-જગદીશ વિશ્ર્વકર્મા

એનાથી શું સાબિત થશે? જે થાય એ… કાઢી મેલે તો કાઢી મેલે-ઋષિકેશ પટેલ

ગુજરાત અને દેશની શાસક પાર્ટી ભાજપમાં સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે અને ભાજપના વોર્ડ પ્રમુખથી માંડી સરપંચો, ગ્રામપંચાયતોના સભ્યો, જિલ્લા- તાલુકા પંચાયતોના સભ્યો- પ્રમુખો, નગરપાલિકા- મહાનગરપાલિકાઓના કાઉન્સિલરો, ધારાસભ્યો, સાંસદો અને પ્રધાનોને પણ સભ્યો બનાવવાના ચોક્કસ લક્ષ્યાંકો અપાયા છે ત્યારે ભાજપના નેતાઓ ઉપર સભ્ય નોંધણીનું કેટલુ ટેન્શન છે તે ગઇકાલે રવિવારે ગાંધીનગરમાં સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ અને કેબીનેટમંત્રી જગદીશ વિશ્ર્વકર્માએ યોજેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ જોઇ શકાયું હતું.

રાજય સરકારના કર્મચારીઓને જુની પેન્શન યોજના આપવા અંગે ગઇકાલે રવિવારે મળેલી કેબીનેટની બેઠક બાદ પ્રવકતામંત્રી ઋષિકેશ પટેલ તથા જગદીશ વિશ્ર્વકર્મા સહીતના નેતાઓએ આ અંગેે જાહેરાત કરવા પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં સદસ્યતા નોંધણીનું ‘ટેન્શન’ જોવા મળ્યું હતું. પત્રકાર પરિષદ શરૂ થયા પૂર્વે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્ર્વકર્મા વચ્ચે સભ્ય નોંધણી મામલે થયેલો સંવાદ તેમની જાણ બહાર જ ટીવી ચેનલોના માઇકમાં રેકોર્ડ થઇ ગયો હતો. આ રેકોર્ડીંગ હાલ ભારે વાયરલ થઇ રહ્યું છે અને લોકો તેની અલગ અલગ રીતે મજા લઇ રહ્યા છે.

ડાયેસ ઉપર બેઠેલા જગદીશ વિશ્ર્વકર્મા અચાનક જ ઋષિકેશ પટેલને કાનમાં કચે છે કે, પાર્ટી…. પી.એમ. સાહેબે રીપોર્ટ માંગ્યો, તમે કેટલા સભ્યો બનાવ્યા?, ક્ધફર્મ ન્યુઝ છે એકદમ.આ સાંભળીને ઋષિકેશ પેટલના ચહેરાના હાવભાવ ગંભીર થઇ જાય છે. ત્યારબાદ ફરી જગદીશ વિશ્ર્વકર્મા ઋષિકેશભાઇના કાન નજીક જઇને કહે છે કે, તમારા વોટર્સ કેટલા અને તમે કેટલા ટકા કર્યા? પછી….

આ સાંભળ્યા બાદ ઋષિકેષ પટેલ કહે છે કે, એનાથી શું સાબિત થશે? ક્ધફર્મી સાહીત થશે? જવાબમાં વિશ્ર્વકર્મા કહે છે કે, ના…. પાર્ટી ઓલ ઓવર બીજી રીતે સાબિત કરે છે.આ સાંભળી ઋષિકેશ પટેલ થોડા નારાજ થઇને બોલે છે કે, જે થાય એ…કાઢી મેલે તો કાઢી મેલે….

જવાબમાં જગદિશ વિશ્ર્વકર્મા કહે છે કે, અરે એમ નથી કહેતો હું… અરે એમ નહી કહેતો… જે બેસતી જાય છે. પાર્ટી એનુ આખુ એનાલિસિસ કરતુ જાય છે. એમ કહુ છુ હું…મોટાભાગની વિધાનસભાઓ 30-32 ટકા પહોંચી છે. 30-32 ટકા, 40-50 ટકા તો પહોંચી છે ઉપર…

ઋષિકેશ પટેલ બોલો છે કે, હું 50-55એ પહોંચ્યો છુ તો વિશ્ર્વકર્મા પુછે છે કે, તમને વોટ મળ્યા એનાથી?, ઋષિકેશ ભાઇ જવાબ આપે છે કે, મને 90 હજાર જેવા મળ્યા છે તો ફરી વિશ્ર્વકર્મા કહે છે કે, હા…બસ એવી રીતે એવી રીતે… ફરી ઋષિકેશભાઇ જણાવ છે કે, એમાંથી 50 જ પહોંચ્યા… આટલુ કહ્યા બાદ સંવાદ પૂરો થાય છે.

Tags :
BJPgujaratgujarat newsPMpolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement