રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બામણાસામાં ફરી ઓઝતનો પાળો તૂટ્યો

11:24 AM Jul 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં પડી રહેલા વરસાદે તબાહી મચાવી છે, ભારે વરસાદના કારણે તંત્રની પોલ પણ ખુલી રહી છે. હાલમાં પડેલા પડેલા વરસાદથી જુનાગઢમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, અહીં ઓઝત નદીમાં પુર આવતા નજીકમાં બનાવવામાં આવેલી પાળ તુટી ગઇ છે. આ પાર તુટતા નદીનું પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળતા મોટુ નુકસાન પહોંચ્યુ છે. આ પાળ જુનાગઢના બામણાસામાં તુટ્યો છે, જેને 1.36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, પાળ તુટવાની ઘટના આ સિઝનમાં બીજી વાર બની છે.

માહિતી સામે આવી છે તે પ્રમાણે, જુનાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના બામણાસામાં ફરી એકવાર સંરક્ષણ પાળો તુટી ગયો છે. ખરેખરમાં, વરસાદના કારણે ઓઝત નદીમાં ભારે પુર આવ્યુ હતુ, જેના વેગમાં આ સંરક્ષણ પાળો ધોવાઇને તુટી ગયો હતો. આ સાથે જ તંત્રની પોલ ખુલી પડી ગઇ હતી. ગ્રામ જનોએ તાત્કાલિક ધોરણે રેતીની બોરીઓ અને તાડપત્રીની મદદીથી આ પાળને રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં ઓઝત નદીના પુરનુ પાણી ગામના ઘરો અને ખેતરોમાં ફરી વળતા મોટુ નુકસાન પહોંચ્યુ છે. ઉલ્લેખીય છે કે, આ ઓઝત નદી પરનો આ સંરક્ષણ પાળો 1.36 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, અને આ સિઝનમાં આ પાળ બીજીવાર તુટી છે, આ પહેલા 3 જુલાઈએ પણ આ સંરક્ષણ પાળો તુટી ગયો હતો. ગ્રામજનોનો આરોપ છે કે, આ સંરક્ષણ પાળો કોન્ટ્રાક્ટરની બેદરકારીનુ પરિણામ છે, તેમને પાળો બાંધવામાં નબળી કામગીરી કરી છે. પાળો બાંધવામાં ભ્રષ્ટાચાર થયાનો પણ ગ્રામજનોનો આરોપ લગાવી રહ્યાં છે.

Tags :
Bamanasagujaratgujarat newsOzat river
Advertisement
Next Article
Advertisement