મોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયા
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને આવાસ ફાળવવામાં આવ્યા હોય તે આસામીઓએ મકાન ભાડે ચડાવી દીધા સહિતની લાલીયાવાડી સામે આવ્યા બાદ મ્યુનીસીપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ટીમે નોટીસ આપ્યા બાદ આજે મકાન સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
મોરબીના દલવાડી સર્કલ શનાળા બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 608 ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા હતા જે આવાસ યોજનાના મકાનોમાં મૂળ માલિકને બદલે અન્ય લોકો રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું કેટલાય મકાનો ભાડે ચડાવી આવાસના લાભાર્થીઓ ભાડું કમાતા હતા જેથી મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો જે નોટીસ પીરીયડ બાદ આજે ટીમ આવાસ યોજનામાં સીલ કરવા પહોંચી હતી કમિશ્નર સ્વપ્નીલ ખરે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કુલ 26 આવાસના મકાનોની ઓળખ કરવામાં આવી હતી જેમાં ભાડુઆત રહેતા હોય અથવા મૂળ માલિકને બદલે અન્ય કોઈ વસવાટ કરતું હતું તેવા ફ્લેટ સીલ કરવાની કામગીરી કરી હતી.
જે કાર્યવાહીથી બચવા માટે 5-6 આસામીઓ પોતાનો સામાન લઈને રહેવા માટે આવી ગયા હતા તેમજ ભવિષ્યમાં આવું કૃત્ય ના કરે માટે પરત રહેવા આવી ગયા હોય તેવા મકાનના પંચ રોજકામ કરી ત્યાં સુચના લગાવાઈ છે જેથી ભવિષ્યમાં ચેકિંગ સમયે ટીમને ધ્યાનમાં આવી સકે. આજે મનપા તંત્રની કામગીરીને પગલે આવાસ યોજનામાં ફફડાટ જોવા મળ્યો હતો સરકારી આવાસ મેળવી ભાડે ચડાવી રૂૂપિયા કમાનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ કાર્યવાહી સુધીના સંકેત પણ કમિશ્નરે આપ્યા હતા