હપ્તા ચૂકી જતા માલિકે રિક્ષા પરત ખેંચી લીધી, યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમા રામનાથપરા વિસ્તારમા રહેતા યુવાને રૂપીયા 1.30 લાખમા રીક્ષા ખરીદી હતી જેનાં રૂ. 80 હજાર ચુકવી દીધા હતા . બાકીનાં હપ્તા નહી ચુકવી શકતા માલીકે રીક્ષા ખેચી લીધી હતી જેથી યુવાને ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરામા રહેતા ધર્મેશ હિમતસિંહ રાઠોડ નામનો ર7 વર્ષનો યુવાન સાંજનાં સાતેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો.
ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો . પ્રાથમીક પુછપરછમા ધર્મેશ રાઠોડ બે ભાઇ એક બહેનમા નાનો છે. અને તેને સંતાનમા એક દીકરી છે . ધર્મેશ રાઠોડે રજાકભાઇ પાસેથી દોઢ વર્ષ પહેલા રૂ. 1.30 લાખમા રીક્ષા ખરીદી હતી . જેનાં રૂ. 80 હજાર રોકડા આપ્યા હતા . અને બાકીનાં 3 હપ્તા ચડી જતા ધર્મેશ રાઠોડ રૂ. 15 હજાર આપવા ગયો હતો ત્યારે રજાકભાઇએ રીક્ષા ખેચી લીધી હતી . જેથી ધર્મેશ રાઠોડને માઠુ લાગી આવતા ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
