For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હદ વટાવતો હાર્ટએટેક: GRD જવાન, શાકભાજીના ધંધાર્થી અને નિવૃત્ત પોલીસમેનનો ભોગ લીધો

12:31 PM Feb 03, 2024 IST | Bhumika
હદ વટાવતો હાર્ટએટેક  grd જવાન  શાકભાજીના ધંધાર્થી અને નિવૃત્ત પોલીસમેનનો ભોગ લીધો

રાજકોટ સહિત રાજ્યભરમાં વધી રહેલા હૃદય રોગના વધતાં બનાવે ચિંતા વધારી હોય તેમ દરરોજ બે થી ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે ત્યારે વધુ બે બનાવમાં જસદણના ભાડલા ગામે જીઆરડી જવાન અને રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના ભાડલા ગામે રહેતા અને ભાડલા પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા લલિત પરશુરામભાઈ નિમાવત નામનો 37 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે તેને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં લલિત નિમાવત તેના માતા પિતાનો આધાર સ્તંભ એકનો એક પુત્ર હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે લલિત નિમાવત ભાડલા પોલીસ સ્ટેશનમાં જી.આર.ડીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશનગરમાં રહેતા રાજુભાઈ દાનાભાઈ સોલંકી નામના 53 વર્ષના શાકભાજીના ધંધાર્થી રાત્રે આઠેક વાગ્યાના અરસામાં શાકભાજી વેચીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પારેવડી ચોક પાસે પહોંચતા રાજુભાઈ સોલંકી બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા રાજુભાઈ સોલંકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રાજુભાઈ સોલંકીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ સોલંકી સાત ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે રાજુભાઈ સોલંકી શાકભાજી વેચીને ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement