દિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇ
01:37 PM Dec 04, 2024 IST | Bhumika
Advertisement
જામનગરના દિગ્જામ સર્કલ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી એક કાર પાર્ક કરેલી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતી એક કાર અચાનક કાબૂ ગુમાવીને રસ્તાની સાઇડમાં પાર્ક કરેલી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળનો ભાગ તદ્દન ભૂંસાઈ ગયો હતો. અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
Advertisement
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક દ્વારા ઓવરસ્પીડમાં વાહન ચલાવવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાઈ રહ્યું છે.
Advertisement