GNLUમાં બોંબની ધમકી મળતા રાતભર સર્ચ ઓપરેશન
બોંબ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્ક્વોડ અને પોલીસે ખૂણે ખૂણો ચેક કર્યા, આસપાસના બંગલાઓમાં પણ તપાસ
ગાંધીનગરમાં આવેલી નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ યુનિ.ના રજિસ્ટરને મળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. સાંજે રજિસ્ટ્રારના સતાવાર ઈમેઈલ ઉપર મળેલા ધમકીના ઈમેઈલ બાદ પોલીસે બોંબ ડિસ્પોઝલ ટીમ, બોંબ સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો સાથે રાતભર આખી યુનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન કર્યુ હતું પરંતુ કોઈ વાંધાજનક ચીજ નહીં મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
ઈમેઈલ કરી પોલીસને ધંધે લગાડનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ઉપરાંત આસપાસના બંગલાઓમાં પણ ચેકિંગ કરાયું હતું. પરંતુ કોઈ માહીતી મળી ન હતી.
ગાંધીનગર નેશનલ લો યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે ગાંધીનગરની પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગર નેશનલ લો યુનિ.ને મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા.
આ ધમકી ભર્યો મેઇલ મળતાની સાથે ગાંધીનગરની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી અને ગાંધીનગર નેશનલ લો યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકીને લઇ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. ઘમકી ભર્યો મેઇલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હાલ તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે.