For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યની 39 સ્વનિર્ભર મેડિકલ સહિત 1200થી વધુ પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર

11:36 AM Aug 24, 2024 IST | Bhumika
રાજ્યની 39 સ્વનિર્ભર મેડિકલ સહિત 1200થી વધુ પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર
Advertisement

બાકીની તમામ કોલેજોની 2026-27 સુધી ફી જાહેર, સરેરાશ 12 ટકા વધારો, 2021-22 પછી કોઇ ફી વધારવામાં આવી ન હોવાથી લાંબા સમય પછી જાહેરાત

રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ સહિતની કુલ 1200થી વધારે કોલેજોની આગામી ત્રણ વર્ષ માટે નવી ફીની જાહેરાત કરી દેવામાં આવી છે. નર્સિંગ કોલેજોની ફીની જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત સ્વનિર્ભર મેડિકલ કોલેજોની ફી એક વર્ષ માટે જ જાહેર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ફી જાહેર કરવાની હોવાથી બાકીના વર્ષની ફી આગળના વર્ષે જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. જુદી જુદી કોલેજોને વધુમાં વધુ 2 ટકા અને વધુમાં વધુ 25 ટકા સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે. જોકે, એવરેજ 12 ટકા ફી વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં આવેલી સ્વનિર્ભર મેડિકલ અને પેરા મેડિકલની ફી વર્ષ 2020-21માં નક્કી થાય બાદ અત્યાર સુધી જૂની ફી પ્રમાણે જ કાર્યવાહી ચાલતી હતી. લાંબા સમયથી ફી નક્કી કરી નહોવાથી છેલ્લા કેટલાય સમયથી ફી સંચાલકો દ્વારા ફી વધારાની માગણીના અનુસંધાનમાં ફી કમિટી દ્વારા નવી ફી નિર્ધારણની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી. ફી કમિટી દ્વારા આજે મેડિકલની કુલ 39 કોલેજોની ફી એક વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટે નક્કી કરવામાં આવી છે. આ સિવાયની ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી સહિતની કોલેજોની ફી ત્રણ વર્ષ એટલે કે વર્ષ 2026-27 સુધીની નક્કી કરવામાં આવી છે. મેડિકલની આગળના બે વર્ષની ફી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

પેરા મેડિકલની ફીમાં નર્સિંગ કોલેજોની ફી જાહેર કરવામાં આવી નથી. સૌથી વધુ નર્સિંગ કોલેજો હોવાથી તેની ફી હવે પછી જાહેર કરાશે. તમામ સ્વનિર્ભર કોલેજોના ખર્ચ, હિસાબો અને ડેવલપમેન્ટ સહિતની રકમનો ઉમેરો કરીને ત્રણ વર્ષની ફી નક્કી કરાઈ છે. ફી કમિટી દ્વારા તમામ પાસાઓ નક્કી કર્યા પછી આ ફી નક્કી કરાઈ હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત કોલેજો ચાલુ રહે તે દિશામાં પણ વિચારવાનું હોવાથી વ્યાજબી ધોરણે ફી નક્કી કરવામાં આવી હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. માત્ર મેડિકલ જ નહીં, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી સહિતના તમામ પેરામેડિકલની મળીને કુલ 1200થી વધારે કોલેજોની નવી ફી જાહેર કરવામાં આવી છે. ફી કમિટીને વેબસાઇટ પર તમામ પ્રકારની ફીનું માળખું મૂકવામાં આવ્યું છે. હાલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ હવે નવી જાહેર કરાયેલી ફી ભરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement