રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામનગરમાં ગણેશ પંડાલમાં પ્રસાદી લીધા બાદ 100થી વધુને ઝેરી અસર

02:36 PM Sep 13, 2024 IST | admin
Advertisement

હાપા વિસ્તારમાં રાત્રે ભાતની પ્રસાદી ખાધા બાદ અચાનક હોસ્પિટલે દર્દીઓ ઊમટી પડયા, સવારે 4 વાગ્યા સુધી ધસારો

Advertisement

હોસ્પિટલમાં બેડ ખૂટી પડયા જમીન ઉપર સુવડાવીને સારવાર શરૂ કરાઈ, સગા સંબંધીઓના ધસારાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ

જામનગર નજીક હાપા એલગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગઈ રાત્રે પ્રસાદીમાં બિરીયાની આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનની અસર થતાં ભારે દોડધામ થઈ હતી, અને જુદી જુદી 108 ની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી.

એક બાજુ જી.જી. હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓ અને તેના સગાઓએ ભારે પડા પડી કરી હતી, અને હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં જમીન પર સૂવાનો વારો આવ્યો હતો.

હાપા એલગન સોસાયટી વિસ્તારમાં મોટાભાગના કોળી પરિવારો રહે છે, ત્યાં ગઈ રાત્રે ગણપતિ મહોત્સવ દરમિયાન બિરીયાની પ્રસાદી રૂૂપે બનાવાઇ હતી, અને જે પરિવારના સભ્યોએ પ્રસાદ આરોગ્યો હતો, તે પૈકીના ખાસ કરીને નાના બાળકોમાં અસર જોવા મળી હતી, અને રાત્રીના 12.30 વાગ્યાથી ઝાડા ઉલટી ની અસર થતાં બાળકોને જી.જી. હોસ્પિટલમાં લાવી રહ્યા હતા.

જે વહેલી સવારે 4.00 વાગ્યા સુધી દોડધામ ચાલુ રહી હતી. પીડિયાટ્રિક વિભાગમાં બાળકો અને તેના વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, અને બેડ ખુટી પડ્યા હતા. એક એક 108 ની એમ્બ્યુલન્સમાં પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ આવવાનો વારો આવ્યો હતો. જ્યારે બેડ ખૂટી પડતાં બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લેવી પડી હતી.

વહેલી સવાર સુધીમાં 4 વર્ષ થી લઈને 17 વર્ષ સુધીના કુલ 26 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જોકે તમામ બાળકો ભયમુક્ત છે. આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ બાળકો સહિતના ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે.

રાત્રે અચાનક જ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થવા લાગતા હોસ્પિટલના તમામ સ્ટાફને રાત્રે જ તાબડતોબ ફરજ ઉપર બોલાવી લેવામાં આવ્યો હતો તેમજ કેટલાક ખાનગી ડોકટરોને પણ મદદ માટે બોલાવાયા હતાં. દવાનો સ્ટોક ખુટી પડે તે માટે પણ તંત્ર દ્વારા મોડી રાત સુુધી દોડધામ કરવામાં આવી હતી.
આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા પણ દોડતી થઈ છે, જ્યારે પંચકોસી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ મોડી રાત્રે દોડતો થયો હતો.

આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા તેમજ સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સારવાર માટે મદદ કરી હતી.

મોડી રાત્રે સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબધીઓ તેમજ સેવા ભાવી સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધારાના લોકોને બહાર કાઢ્યા હતાં.

આ ઘટનાએ ફૂડ સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગણેશ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોમાં વિતરણ કરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે સત્તાવાળાઓએ કડક પગલાં લેવા જોઈએ.

હોસ્પિટલમાં બેડ ખૂટી પડયા,
અફરાતફરીનો માહોલ
જામનગરમાં મોડી રાત્રે અચાનક જ સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ફુડ પોઈઝનીંગના કેસો આવવા લાગતાં હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાબડતોબ તમામ તબીબી સ્ટાફને બોલાવી લેવાયો હતો. ઉચ્ચ અધિકારીઓ, આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો પણ હોસ્પિટલે દોડી ગયા હતાં. આ ઉપરાંત દર્દીઓના સગાવહાલાઓ પણ ઉમટી પડતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બેડ ખાલી થઈ જતાં કેટલાક દર્દીઓને જમીન ઉપર સુવડાવીને સારવાર શરૂ કરાઈ હતી.

Tags :
Ganesh pandal in Jamnagargujaratgujarat newsjamanagrnewsjamnaagr
Advertisement
Next Article
Advertisement