For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફેરિયાઓના ત્રાસ સામે વેપારીઓનો આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી

05:16 PM Oct 17, 2024 IST | Bhumika
ફેરિયાઓના ત્રાસ સામે વેપારીઓનો આક્રોશ  ઉગ્ર આંદોલનની ચીમકી
Advertisement

લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડને ફેરિયા ઝોન જાહેર કરવા માગણી, ધારાસભ્યોને સાથે રાખી મ્યુનિ.કમિશનરને આપેલું આવેદન

શોરૂમ-દુકાનો અગાળ પથારા કરી કબજા જમાવે છે, વેપારી વિરોધ કરે તો મારામારી ઉપર ઉતરી આવે છે, સમસ્યા હલ ન થાય તો ધરણાંની ચીમકી

Advertisement

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, દીવાન પરા સહિતના વિસ્તારોમાં પાથરણાવાળાઓના ત્રાસ અંગે અંતે વેપારીઓનો આક્રોશ ફાટ્યો છે અને આજે રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસો., લાખાજી રાજ રોડ વેપારી એસો., ધી રાજકોટ રેડીમેઇટ ગારમેન્ટ મરચન્ટ એસો., ધર્મેન્દ્ર રોડ એસો. તથા દીવાનપરા વેપારી એસો.એ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તથા ડો.દર્શિતા શાહને તેમજ કોર્પોરેટર દેવાંગ માંકડને સાથે રાખી મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને મુખ્યબજાર વિસ્તારને નો ફેરીયાઝોન જાહેર કરી કાયમી પોલીસ બંદોબસ્ત મૂકવા માંગણી કરી હતી. સાથે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સાંગણવા ચોકમાં ધરણાની ચીમકી આપી હતી.

આવેદનપત્રમાં વેપારીઓએ જણાવેલ છે કે, લગભગ ચાર મહિનાથી રાજકોટ મ્યુ.કમિશનર તરીકેનો ચાર્જ સંભાળેલ છે. પરંતુ આપના પહેલા ના બે કમિશનરને દબાણ હટાવવા અંગે ઉગ્ર રજુઆતો કરેલ ચે. પરંતુ મ્યુ.અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા અમારી આ ફરિયાદ રજુઆત ધ્યાન ઉપર લેવામાં આવેલ નથી. એ ખરેખર ખુબજ દુખ:દ છે.

છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજકોટની મુખ્ય બજાર એવા લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટારોડના તમામ વેપારીઓ આ રોડ ઉપર બેસીને સામાન વેચતા પાથરણા વાળા કે લારીવાળાઓથી પરેશાન છીએ. અમારા શો રૂ કે દુકાન આગળ પાથરણા પાથરીને રસ્તા ઉપર દબાણ કરીને આવા લોકો જે ખુબજ માથાભારે તત્વો પણ છે. વેપારી કોઇપણ જાતની દલીલ કે પ્રતિકાર કરી શકતા નથી. વારંવાર મારામારી-ઝગડા પણ થયેલ છે અને રવીવારે તો જાણે ગુજરીબજાર ભરાયેલ હોય તેમ મોટા પ્રમાણમાં આવા લોકો રોડ ઉપર બેસી જાય છે. આવનાર ગ્રાહકના પાકીટ તેમજ મોબાઇલફોન પણ ખુબ જ મોટી સંખ્યામાં ચોરાઇ જાય છે. રસ્તા ઉપર દબાણ કરીને ફેરીયા બેસતા હોવાથી અમારા દુકાનદારના ગ્રાહકો કે ટુ વ્હીલર લઇને કે ચાલીને પણ આવી શકીએ તેવી પરિસ્થિતી પણ હવે નથી રહી.આવેદનપત્રમાં જણાવેલ છે કે, આગામી દીવસોમાં તહેવારો આવતા હોય અમારા દુકાનદારો અને શોરૂૂમ સંચાલકો આ દબાણથી ખુબજ નારાજ છીએ માટે અમો વિવિધ એશોસીએશન સાથે મળી આ સમસ્યાનો તાત્કાલીક ઉચીત નીરાકરણ લાવી લાખાજીરાજ રોડ ઉપર કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે તેમજ ઉપરોકત મુખ્ય બજાર વિસ્તાર ને નો ફેરીયા ઝોન જાહેર કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માગણી છે.
આ દબાણ સમસ્યાનો જો કાયમી ઘોરણે ઉકેલ નહી લાવવામાં આવે તો તમામ મુખ્ય બજારના એસોશીએશન સાથે મળી રાજકોટના સાંગણવાચોક ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેસીશું તેવો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે. તેમ આવેદનપત્રના અંતમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement