વોર્ડ-13 આંબેડકર નગરમાં દૂષિત પાણીની બૂમરાણ
શહેરમાં ડીઆઈ પાઈપ લાઈનની કામગીરી દરમિયાન પાણીની લાઈનો તુટી જવાની ઘટનાઓથી દુષિત પાણીની ફરિયાદો ફરી વખત ઉઠવા પામી છે. જેમાં વોર્ડ નં. 13માં આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દુષિત અને દુર્ઘંધ મારતું પાણી વિતરણ થતાં આ વિસ્તારની મહિલાઓએ આજે દુષિત પાણીની બોટલો ભરી પુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની અધ્યક્ષતામાં વોર્ડ ઓફિસ ખાતે દુષિત પાણી મુદ્દે પગલા લેવામાં નહીં આવે તો આવતી કાલે મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં પાણી રેડવાની ચીમકી આપતા અધિકારીઓમાં દોડાદોડી થઈ પડી હતી.
વોર્ડ 13ના આંબેડકર નગર સહિતના વિસ્તારોમાંથી દુષિત પાણી મુદ્દે મહિલાઓએ વોર્ડ ઓફિસ ખાતે ધસી જઈ જણાવેલ કે, વોર્ડ નં. 13માં દુષિત પાણી અંગે અવારનવાર લેખિત વિગતો સાથે રજૂઆત કરવામાં આવીે છે પરંતુ નકકર પરિણામ આવતું નથી છેલ્લા વીસ દિવસ થી આંબેડકરનગર માં દૂષિત પાણી આવતું હોય તંત્ર ને જાણ કરેલ પણ કોઈ પરિણામ આવેલ નહીં એટલે આજરોજ લતા ના રહેવાસી સાથે વોર્ડ ઓફીસ માં આવેલ અને જે કોર્પોરેશન આપે છે એ ખરાબ પાણી ની બોટલો લઈ ને બહેનો આવેલ પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન.
ડાંગર દ્વારા રજૂઆત કરેલ ડેપ્યુટી એન્જિનિયર સાહેબ ને કાલ સુધી માં જો પ્રશ્ન નો હલ નહીં આવે તો કાલે કમિશનર સાહેબ ની ચેમ્બર માં આ પાણી રેડવા માં આવશે તેવી સંભાવના પૂરેપૂરી છે માટે વોર્ડ ના ઓફિસરો ને દોડતા કરી દીધા દસવાગે પાણી આવે છે જો પાણી દૂષિત આવશે તો કાલે મનપા ની ઓફિસ બાર વાગે મળશું તેવું સ્પષ્ટ જણાવી દીધેલ હતું.