ફૂડ ફેસ્ટમાં 4.20 લાખ મુલાકાતી સામે માંડ 0.1 ટકાએ પૈસા ખર્ચ્યા
લકઝરી ડોમમાં રૂા.2500ની થાળીનો 238 લોકોએ અને સ્પિરિચ્યુલ પેવેલિયનમાં રૂા.2100ની થાળીનો 141 લોકોએ લાભ લીધો
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર યોજાયેલા ફૂડ ફેસ્ટિવલની 4.20 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. ફૂડ ફેસ્ટિવલમાં લક્ઝરી ડોમ અને સ્પિરીચ્યુઅલ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લેનારા પૈકી માત્ર 0.1 ટકા કરતા પણ ઓછા લોકોએ જ લકઝરી ડોમ અને સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પૈસા ખર્ચીને ભોજનનો સ્વાદ માણ્યો હતો.
લક્ઝરી ડોમમાં 238 અને સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 141 લોકોએ ભોજન લીધો હતો. જ્યારે મફતમાં કોફી મળતી હતી ત્યાં પણ માંડ 25 હજાર જેટલા લોકોએ ગયા હતા.
બુક ફેસ્ટ સફળ
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત પઅમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025થમાં 13 નવેમ્બરથી શરૂૂ થયેલા બુક ફેસ્ટિવલને માત્ર ચાર દિવસમાં જ શહેરવાસીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હોવાના દાવા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 3.45 લાખથી વધુ મુલાકાતીઓ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લઈ ચૂક્યા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. આ ઉપરાંત અમદાવાદની ખાનગી તેમજ મ્યુનિ. સ્કૂલ બોર્ડની મળીને કુલ 1,000થી વધુ શાળાઓમાંથી 53,000થી વધુ વિદ્યાર્થીઓએ ફેસ્ટિવલમાં સહભાગી થઈને પુસ્તકો, વર્કશોપ્સ અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો અનુભવ કર્યો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર 13થી 16 નવેમ્બર દરમ્યાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. જેમાં 3 ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા. ફૂડ ફેસ્ટિવલ દરમિયાન આ ડોમમાં શહેરના 4.20 લાખ નાગરિકોએ મુલાકાત લીધી હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે. જોકે મ્યુનિ.ના મહત્ત્વના બે ડોમ જેની મોટી જાહેરાત કરાઇ હતી ત્યાં માંડ 380 લોકોએ જ પૈસા ખર્ચીને મુલાકાત લીધી હતી. ફૂડ ફેસ્ટિવલમાં લક્ઝરી પેવેલિયન ફૂડમાં એક વ્યક્તિ માટે એક સમયના રૂૂ. 2500 જેટલી રકમ નક્કી કરાઈ હતી, જેમાં 238 લોકોએ મુલાકાત લીધી હતી. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પણ રૂૂ. 2100 જેટલી રકમ નક્કી કરવામાં આવી હતી, ત્યાં પણ માંડ 141 લોકોએ જ મુલાકાત લીધી હતી. હાઈ ટી ડોમમાં પણ રૂૂ. 1 હજાર જેટલો ભાવ રાખવામાં આવ્યો હતો.