રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશનનું મશીન બંધ: દર્દીઓને હાલાકી

01:15 PM Dec 27, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જરૂૂરી સંસાધનો તેમજ તબીબી અને નર્સિંગ સ્ટાફની ઘટ સર્જાતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જિલ્લા કક્ષાની આ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન માટે અનિવાર્ય એવું એક મશીન છેલ્લા ત્રણેક સપ્તાહથી બંધ હોવાથી અહીં આવતા હાડકાના દર્દીઓને ફરજિયાત પણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આવતા ફ્રેકચર, હાડકાના ઓપરેશનના દર્દીઓ માટે જરૂૂરી એવું આઈ.આઈ.ટી.વી. મશીન ટેકનિકલ કારણોસર છેલ્લા 20-25 દિવસથી બંધ છે. આ મશીન બંધ હોવાથી ઓર્થોપેડિકને લગતુ ઓપરેશન થઈ શકતું નથી. આ મુદ્દે હોસ્પિટલના સુપ્રીમ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનોજ કપૂર દ્વારા જણાવાયું છે કે છેલ્લે આશરે પચીસેક દિવસથી આઈ.આઈ.ટી.વી. મશીન ચોક્કસ કારણોથી ખરાબ છે. જેના રીપેરીંગ માટેની જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંભવત: આગામી એકાદ સપ્તાહમાં આ મશીન પુન: શરૂૂ થઈ જાય તેવી શક્યતા છે.

Advertisement

ત્યારે અહીં આવતા દર્દીઓને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, તેઓને ફરજિયાતપણે મોટી રકમ ચૂકવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી અનિવાર્ય બની રહી છે. ત્યારે આ મશીન તાકીદે કાર્યરત થઈ જાય તેવી વ્યાપક માંગ હોસ્પિટલના દર્દીઓમાં ઉઠી રહી છે.

Tags :
gujaratgujarat newsKhambhaliyaKhambhaliya government hospitalKhambhaliya news
Advertisement
Next Article
Advertisement