For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે રાત્રે 2 વાગ્યાથી ઓરિઓનિડ ઉલ્કાવર્ષા

02:48 PM Oct 20, 2025 IST | Bhumika
આજે રાત્રે 2 વાગ્યાથી ઓરિઓનિડ ઉલ્કાવર્ષા

આકાશ દર્શનના શોખીનો માટે એક અદ્ભુત અવસર આવી રહ્યો છે, કારણકે હેલીના ધૂમકેતુ દ્વારા છોડવામાં આવેલી તેની પૂંછડીની રજ આ મહિને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સવારના આકાશને ઝળહળતું કરશે. આ પ્રખ્યાત ઓરિઓનિડ ઉલ્કાવર્ષા 20-21 ઓક્ટોબરની રાત્રિએ તેની ચરમસીમાએ પહોંચશે. આ વર્ષે. ચંદ્ર લગભગ સંપૂર્ણપણે અદ્રશ્ય હોવાથી, આકાશી નજારો જોવા માટેની પરિસ્થિતિઓ અત્યંત આદર્શ છે, જે ચંદ્રપ્રકાશની સહેજ પણ દખલગીરી વિના એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે. આ બાબતે સ્ટારગેજીંગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોર સાગર જણાવે છે કે આ અદભૂત અવકાશી ઘટનાનો સંપૂર્ણ આનંદ માણવા માટે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે આકાશ તરફ નજર કરવી જરૂૂરી છે.

Advertisement

ઉલ્કાવર્ષા નિહાળવા માટે સૌથી શ્રેષ્ઠ સમય 20 ઓક્ટોબરની મધ્યરાત્રિ બાદ 2 વાગ્યાથી 21 ઓક્ટોબરની વહેલી સવાર સુધીનો છે. આ સમયગાળા દરમિયાન ઉલ્કાઓનું ઉદ્ભવ બિંદુ (રેડિયન્ટ) દક્ષિણ આકાશમાં ઊંચે હશે, જેના કારણે તમને વધુમાં વધુ ઉલ્કાઓ જોવાની તક મળશે. શહેરના પ્રકાશથી દૂર, અંધારાવાળા સ્થળેથી અવલોકન કરનારાઓ દર કલાકે લગભગ 20 જેટલી ઝડપી અને આકર્ષક ઉલ્કાઓ જોઈ શકશે.

ઓરિઓનિડ ઉલ્કા વર્ષાના ઉદગમ બાબતે પ્રકાશ પાડતાં સ્ટારગેજીંગ ઈન્ડિયાના નિશાંત ગોર જણાવે છે કે આ ઉલ્કાવર્ષા ઇતિહાસના સૌથી પ્રખ્યાત ધૂમકેતુ, હેલી સાથે જોડાયેલી છે. જ્યારે આ ધૂમકેતુ દર 76 વર્ષે સૂર્યની નજીકથી પસાર થાય છે. ત્યારે સૌર ગરમી તેના કેન્દ્રમાં રહેલા ધૂળથી સમૃદ્ધ બરફનું બાષ્પીભવન કરે છે. અને તેની ભ્રમણકક્ષામાં અવશેષોનો એક લાંબો પટ્ટો છોડી જાય છે. પૃથ્વી આ અવશેષોના પ્રવાહને વર્ષમાં બે વાર પાર કરે છે: પ્રથમ ઓક્ટોબરમાં, જ્યારે આપણે ધૂમકેતુના આવતા પ્રવાહને પાર કરીએ છીએ. જે ઓરિઓનિડ ઉલ્કાવર્ષાનું સર્જન કરે છે.

Advertisement

ઓરિઓનિડ ઉલ્કાકણો સામાન્ય રીતે રેતીના કણ જેટલા (એક મિલિમીટરથી પણ નાના) હોય છે. પરંતુ તે લગભગ 61 કિલોમીટર પ્રતિ સેક્ધડ (2,19600 કી.મિ. પ્રતિ કલાક)ની અકલ્પનીય ગતિએ પ્રવાસ કરે છે. જ્યારે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે ઘર્ષણને કારણે પ્રકાશના તેજસ્વી ઝબકારા સાથે બાષ્પીભવન પામે છે. વટાણાના દાણા જેટલા મોટા ટુકડાઓ આકાશમાં તેજસ્વી અગનગોળા (રશયિબફહહત ) બનાવી શકે છે. આ ઉલ્કાઓ માત્ર એક રાત્રિનો ચમત્કાર નથી, પરંતુ માનવ ઇતિહાસમાં સદીઓથી નોંધાયેલી એક ઘટના છે. કેમેરાની મજબૂત ટ્રાઈપોડ સાથે જરૂૂર પડશે. કેમેરા લેન્સને તેના સૌથી પહોળા એપર્ચર (દા.ત., ર/2 અથવા 72.8) પર સેટ કરો. ઈંજઘ 1600 અથવા 3200 નો ઉપયોગ કરો અને સ્થાનિક પ્રકાશ પ્રદૂષણના આધારે 15 થી 30 સેક્ધડનો એક્સપોઝર સમય સેટ કરો. કેમેરામા રેડિયન્ટને ફ્રેમની એક બાજુ પર રાખો. આમ કરવાથી રેડિયન્ટની નજીક દેખાતા ટૂંકા ઉલ્કા પથ અને તેનાથી દૂર દેખાતા લાંબા ઉલ્કા પથ, બંનેને એક જ ફ્રેમમાં કેપ્ચર કરી શકશો. સ્ટારગેજીંગ ઈન્ડિયા છેલ્લા 30 વર્ષથી લોકોને આકાશ દર્શન બાબતે જાગૃતિનું કાર્ય કરી રહી છે વધુ માહિતી માટે સંસ્થાના 9428220472 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામા આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement