રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં IMAની રાજ્યકક્ષાની કોન્ફરન્સ ‘જીમાકોન’નું આયોજન

05:13 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

75 જેટલા તજજ્ઞોના વિવિધ વિષયો ઉપર લેક્ચર સહિતનું વિશાળ આયોજન

દેશભરની 40થી વધુ મેડિકલ સંસ્થાના વડાઓ, ચાર પદ્મ એવોર્ડ સન્માનિત તબીબો આપશે હાજરી

રાજકોટનું તબીબી જગત વધુ એક યાદગાર પળોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, આગામી દિવસોમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત શાખાની 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 રાજકોટના આંગણે યોજાઈ રહી છે. રાજકોટના તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત ચાર પવ એવોર્ડ વિજેતા ખ્યાતનામ તબીબો સહિત દેશભરની ચાલીસ જેટલી મેડિકલ સંસ્થાઓના વડાઓ આ કોન્ફરન્સમાં અદ્યતન તબીબી વિજ્ઞાન વિશે માર્ગદર્શન આપશે. આઠ વર્ષ બાદ રાજકોટમાં યોજાનાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો ખાસ ઉપસ્થિત રહેશે અને તબીબી ક્ષેત્રે થયેલ શોધ, નિદાન-સારવારની પધ્ધતિ વિશે જ્ઞાનની આપલે કરશે એક જીમાકોન-24ના ચેરમેન ડો. અતુલ પંડયા અને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

આ કોન્ફરન્સમાં હદય રોગ, પેટના રોગ, મગજના રોગ, બાળકોના રોગ, લીવરના રોગ, ફેફસાને લગતા રોગ, ડાયાબીટીસ, લાઈક સ્ટાઈલ સંબંધીત વિવિધ રોગ, મગજની લોહીની નળીના રોગ, સાંધાના વિવિધ રોગ, હાડકાની તકલીફો, મહિલાઓ તથા બાળકોને લગતાં વિવિધ રોગ સહિત શરીરના તમામ પ્રકારના રોગના ખ્યાતનામ, તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રાજકોટમાં યોજાનાર આ કોન્ફરન્સમાં રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના સેંકડો તબીબો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સના ઠારણે તબીબોના જ્ઞાનમાં વધારો થશે જેનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળશે.

આઈ.એમ.એ.-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા અને જીમાકોન-2024ના ચેરમેન ડો. અતુલ પંડયાએ જણાવ્યુ છે કે, એલોપથી તબીબોના વિશ્વના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાતની કોન્ફરન્સ આઠ વર્ષ બાદ રાજકોટમાં મળી રહી છે. કોન્ફરન્સ દ્વારા તબીબો વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે થતી વિવિધ શોધ, અદ્યતન સારવાર વિશે ચર્ચા કરતા હોય છે. તબીબો પોતાના અનુભવો, વિવિધ રોગમાં જોવા મળતાં દર્દીઓ, તેની સારવારના અલગ અલગ પધ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરી એક બીજાના. જ્ઞાનમાં વધારો કરતાં હોય છે જેનો કાયદો અંતે તો સમાજને જ થાય છે. અમારો મુખ્ય હેતુ તો સમાજને કંઈ કાયદો થાય, લોકો રોગનો ભોગ બનતા બચે અને તંદુરસ્ત સમાજની રચના ચાય એ માટે લોકજાગૃત્તિની ઝુંબેશ છે.

જીમાકોનના સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત. આઈ. એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, સોવેનિયરના એડીટર ડો. જય ધિરવાણી અને ટ્રેઝરર ડો. તેજસ કરમટાએ કોન્ફરન્સ વિશે માહિતી આપતાં જણાવ્યુ છે કે, તબીબી સંગઠન તરીકે સમાજ પ્રત્યેની અમારી ફરજ સમજી આ વખતે તંદુરસ્ત સમાજની
રચનાના હેતુ સાથે કોન્ફરન્સમાં વિવિધ મુદા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. વિવિધ રોગના નિષ્ણાત તબીબો રોગ, નિદાન અને સારવાર વિશે માર્ગદર્શન આપશે સાથે સાથે વિવિધ રોગમાં લોકો સપડાય નહીં એ માટે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો કરવામાં આવશે.જીમાકોનના કો. ઓર્ડિનેટર ડો. યજ્ઞેશ પોપટ, કો.ચેરમેન ડો. હિરેન કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયા અને ડો. દિપેશ ભાલાણીએ માહિતી આપતા કહ્યું કે, ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી તા. 19-20 ઓક્ટોબર 2024 (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં 300થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના તબીબોએ પેટ્રન તરીકે નોંધપાત્ર યોગદાન આપી તબીબી જગતમાં નવો ઈતિહાસ કંડાર્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે.

જીમાઠોનના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ અને ડો. સંજય ભઠ્ઠના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતર રાષ્ટ્રીય ખ્યાતિપ્રામ તબીબો પધારવાના છે. હૃદયરોગ નિષ્ણાત પવથી-પવભૂષણ ડો. તેજસ પટેલ, કોરોના કાળમાં સતત દેશભરના તબીબોને માર્ગદર્શન આપનાર એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડિરેક્ટર પવશ્રી ડો. રણજીત ગુલેરીયા, એન્ડોકોનોલોજીસ્ટ - ડાયાબીટોલોજીસ્ટ પવશ્રી ડો. શશાંક જોશી, ડો. અનિલ જૈન, કાર્ડિયાક સર્જન ડો. અભિજાત શેઠ, ન્યુરોસર્જરી ક્ષેત્રે નિષ્ણાત ડો. અનિલ પી. કારાપુરકર, પવશ્રી કાર્ડિયોલોજીસ્ટ ડો. કમલ કે.શેઠી, ડો. સંદિપ રાય, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હીના ઈલેક્ટેડ પ્રેસીડન્ટ ડો. અનિલ નાયક, ગુજરાત મેડિકલ કાઉન્સીલના ચેરમેન ડો. નિતીન વોરા સહિત દેશભરના અનેક જાણીતા તબીબો કોન્ફરન્સમાં વિશ્વકક્ષાએ વિવિધ રોગના નિદાન - સારવાર ક્ષેત્રે થયેલ શોધ વિશે માર્ગદર્શન આપશે.

Tags :
gujaratgujarat newsIMA State Levelrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement