For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં માર્ચ-2025માં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન

04:27 PM Oct 16, 2024 IST | admin
રાજકોટમાં માર્ચ 2025માં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન

આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના 30 જેટલા દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટસ આવવાની ધારણા

Advertisement

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 માર્ચ 2025 દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 11 મી વખત થવા જઈ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર મુલાકાતીઓ મુલાકાત લેશે. 30 કરતા વધુ દેશો માંથી 200 કરતા વધુ વિદેશી ગ્રાહકો પણ ભાગ લ્યે તેવી સંભાવના છે.પ્રદર્શનમાં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂૂરી રહેશે. પ્રદર્શન નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક માત્ર સફળ અને પરિણામ દાયક છે જેમાં આજ સુધીમાં 60 જેટલા દેશોમાંથી 1200 કરતા વધુ વિદેશી ગ્રાહકો આવી ચુક્યા છે અને હજારો કરોડનો નિકાસ વેપાર પણ થયો છે.

એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં વિદેશના દેશો જેમ કે ધાના, સુદાન, બુર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા, સેનેગલ, કોંગો, ગેબોન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, સહીત ના 30 કરતા વધુ દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ/બિઝનેસમેન મુલાકાત લેશે. તેઓ ડદિવસ રાજકોટ રોકાશે અને વિવિધ ફેક્ટરીઓની મુલાકાત પણ લેશે.પ્રદર્શન અંગેની માહિતી મળતા જ 28 દેશોમાંથી 107 વિદેશી ડેલિગેટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માં આવ્યું છે અને 15 કંપનીઓએ પોતાના સ્ટોલ બુક કરાવી લીધેલ છે. તમામ માહિતી પ્રદર્શનની વેબસાઈટ તદીળતવજ્ઞૂ.ભજ્ઞળ ઉપર રોજેરોજ અપડેટ કરવામાં આવી રહેલ છે.આ પ્રદર્શન માં સ્થાનિક 160 થી વધુ કંપનીઓ ભાગ લઇ શકે અને વિદેશી કંપનીઓ સાથે પોતાના બિઝનેસ ગોઠવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

સંસ્થા દ્વારા નિકાસ વેપાર વૃદ્ધિના લાભ નાનામાં નાના ઉદ્યોગોને મળે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખુબજ ઓછા અથવા નજીવા ખર્ચે આંતરરાષ્ટ્રીય વેપાર વૃદ્ધિની તક એક માત્ર એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દ્વારા મળી રહી છે.આ વર્ષે એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં ભાગ લેનાર એકમોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એમડીએ સબસીડીની સ્કીમ મુજબ લગભગ નજીવા મુલ્યે કહી શકાય તે રીતે સ્ટોલ આપવામાં આવશે. એકમોને ફક્ત સબસીડી મંજુર થાય ત્યાં સુધી સ્ટોલની રકમનું રોકાણ કરવાનું રહેશે.

દેશી મેળો અને વિદેશી વેપાર, સૌરાષ્ટ્ર કચ્છ માં હટાણું કરવા આવશે વિદેશી ગ્રાહકો નો સિદ્ધાંત 100 ટકા યથાર્થ સાબિત થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની સમગ્ર ટિમ સૌરાષ્ટ્ર કચ્છ ના ઉત્પાદકો, અને નિકાસકારોને આ એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભાગ લેવા અને મુલાકાત લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપે છે. શોને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પરાગ તેજૂરા, ઉપપ્રમુખો મહેશ નગદીયા તથા પ્રભુદશભાઈ તન્ના, મંત્રી ભુપતભાઇ છાટબાર, ટ્રસ્ટી પદુભાઇ રાયચુરા, રાજુભાઈ સંઘવી તથા સુરેશ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.

સંસ્થા દ્વારા પ્રતિષ્ઠિત વ્યાપારીઓ અને ઉદ્યોગકારોની કમિટીની રચના કરવામાં આવી જેમાં ચેરમેન તરીકે વિશાલ ગોહેલ તથા સભ્યો તરીકે કેતન વેકરીયા, મોક્તિક ત્રિવેદી, મયુર ખોખર, દીવેન પડિયા, નિશ્ચલ સંઘવી, જીગ્નેશ સોઢા, અંકુર સૂચક, દિનેશભાઇ વસાણી, હેમાંગ સોલંકી, અંકુર દવે, ખુશી હરસોરા, જયેશ દવે, હર્ષ ખોલીયાની નિમણૂંક કરવામાં આવેલ છે જેઓ વેપાર મેળા ની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement