બજેટ ફાળવ્યા વગર શાળાઓમાં છાશ વિતરણ કરવા થયો આદેશ
બજેટ વગર સુચનાનું પાલન કરવું મુશ્કેલ : ટીચર્સ એન્ડ પ્રિન્સીપાલ એસો.
હાલ ગરમીનો પારો ચડી રહ્યો છે અને સરકારી સ્કૂલો પચીસ એપ્રિલ સુધી ચાલુ રહેવાની છે ત્યારે સ્ટેટ ડિઝેસ્ટર ડિપાર્ટમેન્ટે ગાઇડલાઇન બહાર પાડીને અન્ય બાબતો સાથે સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે એ માટે છાશ આપવાનું સૂચન કર્યું છે. એ સામે સ્કૂલો તરફથી સવાલ કરાયો છે કે એ છાશના પૈસા કોણ આપશે? ટીચર્સ ઍન્ડ પ્રિન્સિપાલ અસોસિએશનનું કહેવું છે કે આ સૂચનનું પાલન કરવું પ્રેક્ટિકલી પોસિબલ નથી.
શિક્ષકોનું કહેવું છે કે પજ્યારે સરકાર દ્વારા આવા સૂચન કરવામાં આવે ત્યારે એને પહોંચી વળવા અલગથી ફન્ડ પણ ફાળવવું જોઈએ. હાલ છાશનો એક ગ્લાસ 10 રૂૂપિયાનો આવે છે અને સ્કૂલમાં સેંકડો વિદ્યાર્થીઓ હોય છે જેને કારણે બહુ બધો ખર્ચ થઈ શકે.
શિક્ષકોની આ રજૂઆત બાદ સ્કૂલ ઍજ્યુકેશન મિનિસ્ટર દાદા સાહેબ ભુસેએ કહ્યું હતું કે આ સૂચનો વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કરવામાં આવ્યાં હતાં.
એનું પાલન કરવું ફરજિયાત નથી, પરંતુ જ્યાં પણ શક્ય હોય ત્યાં મધ્યાહ્ન ભોજનમાં એનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવે. આ માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જનતાનો સહકાર લઈ શકે અથવા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળ પણ ફન્ડ મેળવી શકે છે.