For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ બાર એસો.ના મંત્રીનું સભ્યપદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પુન:સામેલ કરવા હુકમ

04:32 PM Dec 02, 2025 IST | Bhumika
રાજકોટ બાર એસો ના મંત્રીનું સભ્યપદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પુન સામેલ કરવા હુકમ

રાજકોટ બાર એસોશિએશનનાં મંત્રી એડવોકેટ સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો બે દીવસ પહેલાં ઠરાવ કરાયો હતો.જે ઠરાવને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રદ કરવાનો હુકમ કર્યો છે. તેમજ અરજદાર સંદીપ વેકરીયાને 24-11નાં પ્રકાશિત થયેલ મતદાર યાદીમાં નામ સામેલ હતું તે પ્રમાણે પુન: સામેલ કરવાં હુકમ કર્યો હતો.

Advertisement

ગુજરાત બાર એસોશિએશનની કમિટીની વર્ચ્યુઅલ મોડમાં બેઠક યોજાઈ હતી.જેમાં અરજદાર સંદીપ વેકરીયા દ્વારા કરાયેલી રાજકોટ બારમાં ચૂંટણી કમિશ્નર નિયુક્ત થયાં બાદ એસોશિએશનનો વહીવટ અને સંચાલન કમિશ્નરને સોંપવા તેમજ ગઈ તા.29-11નાં એસોશિએશનનાં હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા ગઈ તા.29-11નાં કરાયેલ તેનું સભ્યપદ રદ કરવાનાં ઠરાવને રદ કરવાની અરજી કરાઈ હતી.

આ બેઠકમાં અરજદાર ઉપરાંત રાજકોટ બારનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પણ જોડાયા હતા. જેમાં અરજદાર સંદીપ વેકરીયાએ રજૂઆત કરી હતી કે ગઈ તા.29-9નાં મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ એસોશિએશન તરફથી તેને, નોટીસ અપાઇ હતી. જેનાં જવાબમાં જરૂૂરી દસ્તાવેજોની નકલ મેળવવાં અરજી કરી હોવા છતાં નકલો પૂરી પાડવામાં આવી ન હતી.એટલું જ નહીં સભ્યપદ રદ કરવાનો નિર્ણય કરતા પહેલાં તેને સ્પષ્ટીકરણની અથવા રૂૂબરૂૂ રજૂઆત કરવાની તક આપવામાં આવી ન હતી. તેનું નામ મતદાર યાદીમાં હોવા છતાં ઉમેદવારી ન કરી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

બીજી તરફ રાજકોટ બારના પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું હતું કે અરજદારને ખુલાસો રજૂ કરવા નોટીસ અપાઇ હતી. તેમજ માંગેલી નકલો તૈયાર હોવા છતાં અરજદારે નકલો મેળવી ન હતી. તેમજ નોટીસનો જવાબ આપ્યો ન હતો. અરજદાર એસો. વિરુદ્ધ પાયાવિહીન આક્ષેપો કરતા હોવાથી તેમને જવાબ આપવાં હાજર થવાં તક આપવામાં આવી હોવાં છતાં તે હાજર રહ્યા ન હતાં આથી તા.29નાં સભ્યપદ રદ કરવાનો ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો.

તેને લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે બંને પક્ષની રજૂઆત બાદ અરજદાર સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાના નિર્ણયને ઇલેક્શન કમિટી ગેરકારદે હોવાનું ગણાવી તા.24-11નાં બાર એસો. દ્વારા પ્રકાસિત થયેલ મતદાર યાદીમાં નામ સામેલ હતું તે પ્રમાણે પુન: સામેલ કરવાનો અને તેઓ ચૂંટણી લડવા પાત્ર ગણાશે તેવો હુકમ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement