રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાર એસો.ની કારોબારીની બેઠકની ફેર મતગણતરી કરવા હુકમ

05:47 PM Jan 09, 2025 IST | Bhumika
Advertisement

સમરસ પેનલના ઉમેદવારની 10 મતે હાર થતા રિકાઉસ્ટિંગની અરજી ચૂંટણી અધિકારીએ રદ કરતા બીસીજીના દ્વાર ખખડાવ્યા’તા

Advertisement

નિયત તારીખ અને સમયે બંન્ને ઉમેદવારોની હાજરીમાં રિકાઉન્ટિંગ કરી કામગીરીનો રિપોર્ટ અને નિર્ણયની લેખિતમાં જાણ કરવા હુકમ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો જે ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો ચૂંટણી અધિકારી સમક્ષ રિકાઉન્ટિંગની અરજી કરી હતી જે અરજી ચૂંટણી અધિકારીએ રદ થતા ચૂંટણી અધિકારીના નિર્ણયને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પડકાર્યો હતો. હાજરીમાં નિયત તારીખ અને સમએ ફેર મતગણતરી કરી કામગીરીનો વિગતવાર રીપોર્ટ અને તેના નિર્ણયની લેખિતમાં જાણ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હુકમ કર્યો છે.રાજકોટ સહિત રાજ્યભરના તમામ બાર એસોસીએશનની ચૂંટણી ગત તા.21 મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ મેદાનમાં ઉતરી હતી. એડવોકેટ કિશનભાઈ બાબુભાઈ વાલ્વાએ સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદે ઉમેદવારી કરી હતી.

જે બાર એસોસીએશનની ચૂંટણીની મત ગણતરીમાં કિશનભાઈ વાલ્વાને 747 મત મળ્યા હતા. જ્યારે કાર્યદક્ષ પેનલના કારોબારી સભ્ય પદના હરીફ ઉમેદવાર હિરેશભાઈ પરસોત્તમભાઈ ડોબરીયાને 757 મત મળ્યા હતા. જેથી હિરેનભાઈ ડોબરીયાની 10 મતે જીત થઈ હતી. કિશનભાઈ વાલ્વાએ 2100 મતોની ગણતરી ઝડપથી કરનાર ધ્વારા ભૂલ થયાની શંકા વ્યક્ત કરી ચુંટણી અધિકારી સમક્ષ ફેર મતગણતરી માટે તા.21/12/2024ના રોજ લેખિત અરજી કરી હતી. જે બાબતે ચુંટણી કમિશ્નરે 10 મતનો ફેરફાર થવાની કોઈ શકયતાને અવકાશ નથી અને 10 મત એટલે કોઈ નાનો ડીફરન્સ ગણી શકાય નહિ તેવુ જણાવી રીકાઉન્ટીંગની અરજી નામંજુર કરવામાં આવી હતી. આથી અરજદાર કિશનભાઈ વાલ્વાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી ચુંટણી અધિકારીનો ફેર મતગણતરી રદ કરવાનો આદેશ ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોય તે રદ કરી રાજકોટ બાર એસોશિએસનમાં કારોબારી સભ્યના મતોની ફેર મતગણતરી કરાવા અરજી કરી હતી.

અરજદાર કિશનભાઈ વાલ્વાએ અરજીની સાથે ચુંટણી અધિકારીને સંબોધીને તા. 21/12/2024ના રોજ આપેલ અરજી તથા તેને લગત હુકમ તથા તેની સાથે રાજકોટ બાર એસોસીએશનના ચુંટણી વર્ષ-2025 ના હોદ્દેદારોની ગણતરીની યાદી તથા કારોબારી સભ્યની મતગણતરીની યાદી તથા અરજદાર કિશનભાઈ બાબુભાઈ વાલ્વાના ક્રમાંક-24 મા પડેલા મતોની યાદી વિગેરે રજુ રાખ્યા હતા. જે ધ્યાને લઇ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચુંટણી અધિકારીએ કૂદરતી ન્યાયના સિંધ્ધાત મુજબ વર્તન કરેલ નથી અને અરજદારની ફેર મતગણતરી કરવાની અરજી નામંજુર કરેલ છે જે યોગ્ય નથી. રાજકોટ બાર એસોસિએસનના વર્ષ-2025ની ચૂંટણી માટે કારોબારી સભ્યના ઉમેદવાર અરજદાર કિશનભાઈ વાલ્વા અને તેમના હરિફ ઉમેદવાર વિરેનકુમાર ડોબરીયાની હાજરીમાં નિયત તારીખ અને સમએ ફેર મતગણતરી કરી કામગીરીનો વિગતવાર રીપોર્ટ અને તેના નિર્ણયની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિતમાં જાણ હુકમ કર્યો છે.

Tags :
Bar Association executive meetinggujaratgujarat newsrajkotrajkot newsrecount votes
Advertisement
Next Article
Advertisement