ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાણીના પ્રવાહમાં તણાયેલી કારમાં મોતને ભેટેલા મહિલાના પરિવારને 85 લાખનું વળતર ચૂકવવા હુકમ

04:57 PM Jul 04, 2025 IST | Bhumika
Advertisement

ડ્રાયવર પાસે લાઈસન્સ ન હોવાનું સામે આવતા વીમા કંપનીએ ચૂકવેલી રકમ કારના માલિક પાસેથી વસુલવા આદેશ

Advertisement

અલીયાબાડા પંથકમાં ગત તા: 15- 7- 2017ના રોજ વરસાદને કારણે રૂૂપારેલ નદીમાં આવેલા પૂર દરમિયાન અલીયા અને બાડા ગામ વચ્ચે એક પુલની ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહમાં જી.જે.- 10-બી.જી. -7391 નંબરની કાર તણાઈ ગયેલી અને ડ્રાયવર નટુભા ધીરૂૂભા જાડેજા (શિક્ષક) તથા કુતીયાણાના એરડા ગામના અને અલીયાબાડા ગામમાં આચાર્ય મણીબેન મશરીભાઈ ઓડેદરા બન્ને કાર સહિત ધસમસતા પાણીમાં તણાઈ ગયેલ અને બંનેના મૃત્યુ નીપજ્યા હતા. આમ કારના ડ્રાયવરની ધોર બેદરકારીને કારણે મણીબેનનું કારમાં તણાઈ જવાને કારણે મૃત્યુ પામેલા મણીબેનનો પગાર રૂૂ.33 હજાર હતો.

જેમાં ગુજરનાર મણીબેનના વારસદાર પતિ તથા સંતાનો દ્વારા રાજકોટની કોર્ટમાં કલેઇમ કેસ કરવામાં આવેલ અને જે કેસ કોર્ટમાં ચાલતા જેમાં માલિક અને વીમા કું. તરફથી કારના ચાલક નટુભા પાસે લાયસન્સ ન હતું અને અકસ્માત કુદરતી આફતને કારણે બનેલ છે કારના ડ્રાયવરનો કોઈ જ વાંક નથી, અચાનક પાણી આવવાથી કાર પાણીમાં તણાઇ જવાથી આ બનાવ બનેલ છે તેવા વાંધા વચકા કાઢવામાં આવ્યા હતા, તે સામે અરજદારના વકીલ તરફથી ધારદાર દલીલ કરવામાં આવેલ કે પુરમાં કાર ન લઇ જવામાં આવી હોત તો આ બનાવ ન બનત, ધસમસતા પાણીને જોઇને કાર સાઇડમાં ઉભી રાખી દેવી જોઇએ, તેમજ ડ્રાયવર પાસે લાયસન્સ ન હોય તો અંદર બેઠેલ વ્યક્તિનો વાંક ન હોય તે વ્યક્તિનો કાર માટે થર્ડ પાર્ટી છે, વીમા કું.એ અરજદારોને તો વળતર ચુકવી દેવું પડે આવી દલીલો અરજદારના વકીલ તરફથી કરવામાં આવેલ જે દલીલોને ધ્યાનમાં લઇ રાજકોટના એડીશનલ એન્ડ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે કારની વીમા કું. ધી ન્યુ ઇન્ડિયા ઈ. કું.ને ગુજરનારના વારસદારોને રૂૂા. 85 લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ કરેલ છે. અને કોર્ટને ડ્રાયવર નટુભા પાસે લાયસન્સ ન હોવાનું માલુમ પડતા ઉપરોક્ત તમામ રકમ વીમા કું.એ ગુજરનાર મણીબેનના વારસદારોને ચુકવી દેવી તેજ રકમ કારના માલીક નરોતમભાઈ નાથાભાઈ તન્ના પાસેથી વસુલ કરવી એવો કોર્ટે હુકમ કરેલ છે.

આ ચુકાદા પરથી એ શીખ મળે છે કે કોઈ વ્યક્તિએ પોતાનું વાહન કોઇ લાયસન્સ ન હોય તેવી વ્યક્તિને ચલાવવા ન આપવું જોઇએ. આ કામમાં ગુજરનારનના પતિ તથા તેમના સંતાનો તરફે કલેઈમ ક્ષેત્રમાં રાજકોટના જાણીતા વકીલ શ્યામ જે. ગોહિલ, મીરા એસ.ગોહિલ, હિરેન જે. ગોહિલ, દીવ્યેશ કણઝારીયા, પુનીતા વેકરીયા પટેલ, હિરેન કણઝારીયા રોકાયા હતા.

Tags :
accidentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement