ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચેરિટી કચેરીની કામગીરી ઓનલાઇન કરવા આદેશ

03:45 PM Oct 31, 2025 IST | admin
Advertisement

નાયબ કમિશનરનું મહેકમ 12 અને ઓફિસનું ત્રણ ગણુ કરવા સૂચના: તપાસમાં વાહનની જોગવાઇની વિચારણા

Advertisement

રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિભાગના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેના ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી છે. મંત્રીએ ખાસ કરીને ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટ અને સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મંત્રી કૌશિક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ પહેલને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે, મંત્રીએ કચેરીના ઉપયોગ હેતુ વધારાના 35 કોમ્પ્યુટર તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે.

કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીએ મહેકમમાં ધરખમ વધારો કરવાના આદેશો આપ્યા છે. ચેરીટી કમિશ્નરની કચેરી અને તાબાની કચેરીઓમાં ખૂબ ઓછું મહેકમ હોવાની બાબતને ગંભીરતાથી લઈને મંત્રીએ હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મંજૂર મહેકમ 38 છે, તેને વધારીને ત્રણ ગણું કરવા માટે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઇ કરવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત નાયબ ચેરિટી કમિશનરનું હાલમાં 8 નું મંજૂર મહેકમ છે તેને પણ વધારીને 12નું મહેકમ કરવા માટે નવી બાબતમાં સમાવેશ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ મંત્રીએ ચેરીટી કમિશ્નર અને તાબાના અધિકારીઓ/નિરીક્ષક/કર્મચારીઓ માટે તપાસના કામે વાહનની જોગવાઇ કરવા અંગેના પ્રશ્નનું પણ નિરાકરણ લાવતાં, આ અંગે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઈ કરવા સૂચના આપી છે.મંત્રી કૌશિક વેકરિયાના આ નિર્ણયો કાયદા અને ન્યાય વિભાગ હસ્તકની ચેરિટી કમિશનર કચેરીના વહીવટી માળખાને મજબૂત કરવા તેમજ કચેરીની કાર્યક્ષમતા અને આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ કચેરીઓ હેઠળ નોંધાયેલા રાજ્યભરના હજારો ટ્રસ્ટોમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોવાનું સૂત્ર જણાવે છે, કારણ કે આ પ્રકારની સંસ્થાઓમાં નાણાં અને સ્થાવર સંપત્તિઓના સંખ્યાબંધ વ્યવહારો થતાં હોય, આ વ્યવહારોમાં અનેક પ્રકારની પબદીથઓ આચરી શકવાની જગ્યાઓ હોય છે. બીજી તરફ આ વિભાગની કોઈ પણ કામગીરીઓ લોકો સમક્ષ આવતી ન હોય, એ બાબત પણ લોકોને શંકાઓ કરવા પ્રેરે તે સમજી શકાય તેવી બાબત છે.

Tags :
charity officegujaratgujarat newsonline
Advertisement
Next Article
Advertisement