શ્રાવણના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાનાઓ બંધ રાખવા આદેશ
મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસ દરમિયાન આવતા તમામ સોમવાર અને જન્માષ્ટમીના દિવસે કત્તલખાનાઓ બંધ રાખવાનો તેમજ માસ-મટન, મચ્છી અને ચીકનનું વેચાણ અને સ્ટોર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું આજરોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
ઉકત સંદર્ભ અન્વયે આગામી તા.05/08/2024, તા.19/08/2024, તા.26/08/2024 તથા તા.02/09/2024 તા.12/08/2024, ના રોજ શ્રાવણના સોમવાર "નિમિતે તથા તા. 26/08/2024 ના રોજ "જન્માષ્ટમી” નિમિતે રાજકોટ મહાનગર પાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.