મનપાના તમામ પ્લોટ એક વર્ષ માટે રિઝર્વ રાખવા આદેશ
સંસ્થાઓ અને અન્ય કાર્યક્રમો માટે ભાડે આપી દેવાતા હોવાથી મહાનગરપાલિકાના કાર્યક્રમો રખડી પડયા
કોર્પોરેશનના તમામ કાર્યક્રમોનું એડવાન્સ લિસ્ટ તૈયાર કરી સ્થળ રિઝર્વ રાખવા સ્ટેન્ડિંગ ચેરમેનની સૂચના
મહાનગરપાલિકા ની માલિકીના પ્રાઇમ લોકેશન પર આવેલા મોટાભાગના પ્લોટ સંસ્થાઓ તેમજ શહેરીજનોને અલગ અલગ કાર્યક્રમો માટે ભાડેથી આપવામાં આવે છે પરંતુ આખા વર્ષ દરમિયાન મનપાના યોજાતા કાર્યક્રમમાં ની યાદી તૈયાર ન હોય અધિકારીઓ અગાઉથી લોકોને પ્લોટ ભાડેથી આપી દેતા હોય મહાનગરપાલિકાના અનેક કાર્યક્રમો રખડી પડતા હોય છે જેના લીધે સ્ટેન્ડિંગ ચેરમેન જૈમીનભાઇ ઠાકરે તમામ કાર્યક્રમોનું લીસ્ટ તૈયાર કરી આ તારીખમાં તમામ પ્લોટ રિઝર્વ રાખવાના આદેશ આપ્યા છે.
મહાપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જૈમીનભાઇ ઠાકર ના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની માલિકીના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્રાઇમ લોકેશન પરના તમામ પ્લોટ લોકોને તેમના કાર્યક્રમો યોજવા તેમજ સંસ્થાઓને વિનામૂલ્યે આપવામાં આવે છે જેના દ્વારા મહાનગરપાલિકાને દર વર્ષે કરોડો રૂૂપિયાની આવક થાય છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી કાર્નિવલ તેમજ પતંગ ઉત્સવ તથા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં આતશબાજી અને અન્ય કાર્યક્રમમાં લોકો માં ભારે ચાહના ધરાવે છે પરંતુ આ તમામ તહેવારો ની તારીખ અગાઉથી જાહેર કરાતી નથી તેવી જ રીતે તહેવારોની તારીખ કેલેન્ડરમાં ફિક્સ હોય છે.
છતાં આ તારીખ દરમિયાન અમુક સ્થાનિક સંસ્થાઓને તેમના કાર્યક્રમો માટે પ્લોટ ભાડેથી આપી દેવામાં આવી રહ્યા છે જેના લીધે આ વર્ષે પતંગ ઉત્સવ માટે રેસકોસ નું મેદાન ખાલી ન હોય આ કાર્યક્રમ પડતો મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આથી હવે આખા વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ફિક્સ થયેલા તમામ કાર્યક્રમમાં માટે તારીખ વાઇઝ તેમજ આગળ પાછળના દિવસો દરમિયાન જે પ્લોટ પર કાર્યક્રમ યોજવાના હોય તે પ્લોટ આ તારીખમાં રિઝર્વ રાખે કોઈપણ સંસ્થા અથવા લોકોને ભાડેથી ન આપવામાં આવે તેવી સૂચના એસ્ટેટ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે.
જેના લીધે શહેરીજનો ને માણવા લાયક કાર્યક્રમો હવે મોકૂફ રાખવા નહીં પડે
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે વધુમાં જણાવેલ કે રાજકોટના શહેરીજનો ને દિવાળી કાર્નિવલ તેમજ આદર્શ બાજી અને પતંગ ઉત્સવ જેવા તહેવારો મહાનગરપાલિકા સાથે સહભાગી થી યોજે છે અને આ કાર્યક્રમ ઓ નો મહિમા પણ અનેરો રહ્યો છે આથી આ કાર્યક્રમની રાહ લોકો વર્ષ દરમિયાન જોતા હોય છે પરંતુ અધિકારીઓ ને ખ્યાલ ન હોવાથી આ તારીખમાં સ્થાનિક સંસ્થાઓ તેમજ લોકોને પ્લોટ ભાડેથી આપી દેવામાં આવે છે જેના લીધે શેરીજનોના કાર્યક્રમો યોજી શકાતા નથી આથી હવે આખા વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવતા તમામ પ્રકારના કાર્યક્રમોનું પ્લીઝ તૈયાર કરી તે તારીખ મુજબ આપ લોટ ખાલી રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે જેથી 2025 દરમિયાન યોજાતા તમામ પ્રકારના મનપાના કાર્યક્રમમાં ની ઉજવણી વિના વિઘ્ને કરી શકાશે