For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ

05:36 PM Aug 26, 2025 IST | Bhumika
રાજકોટની શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ

રાજય સરકારની સુચના બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર જાહેર, સલામતીને પ્રાથમિકતા આપવા તાકિદ

Advertisement

અમદાવાદની શાળામા વિધાર્થીની હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે આ ઘટના બાદ શાળાઓમા વિધાર્થીની સલામતી અંગે સવાલો ઉઠયા હતા જેની નોંધ રાજય સરકારે લીધી હતી અને શાળામા શિસ્ત સમીતીની રચના કરવા માટેનાં આદેશ આપવામા આવ્યા હતા જેને લઇને રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીપત્ર જાહેર કરી અને સમીતીની રચના કરવા સુચના આપવામા આવી છે.

જીલ્લા શિક્ષણાધિકારીએ કરેલા પરીપત્રમા જણાવ્યુ છે કે શાળામા અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂૂરી પગલા લેવાના રહેશે. જે અન્વયે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવી. આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રાખવાની રહેશે. આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય ,શિક્ષક અને વિદ્યાર્થી/વર્ગના મોનીટર/જી.એસ. સભ્ય રહેશે. આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિશેષ સમયે રમત-ગમતના મેદાનમાં અને શાળામાં આવવા-જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે.તેમજ શિક્ષકની ગેરહાજરી સબબ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેઓને સહઅભ્યાસિક પ્રવૃત્તિમા જોડવાના રહેશે. આમ વિદ્યાર્થીઓ નિર્ભયપૂર્ણ વાતાવરણમાં શિક્ષણકાર્ય મેળવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. શાળાના આચાર્ય અને શિક્ષક નૈતિક ફરજના ભાગરૂૂપ શાળામાં આવનાર બાળકની સલામતી જાળવવા પ્રાથમિકતા આપવાની રહેશે.

Advertisement

વધુમા જણાવવાનું કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બંને તે જોવાની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની રહેશે. સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કુલ બેગની આકસ્મિક ચકાસણી પણ કરવાની રહેશે તથા બાળકો શાળાએ આવે તે પહેલા વાલીઓને વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કરી શાળાએ મોકલવા તેવી સુચના વાલીમીટીંગમા આપવાની રહેશે. તેમજ શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે. અને યોગ્ય પગલા સત્વરે લેવાના રહેશે. ઉપરોકત તમામ કાર્યવાહી બાળ અધિકાર અધિનિયમ નો ભંગ ના થાય તે રીતે કરવાની રહેશે. સદર અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓએ ચુસ્તપણે કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની ઘટના બાદ વાલીઓ અને વિધાર્થીઓમા ભયનો માહોલ છવાયો હતો અને કેટલાક વાલીઓએ શાળા સામે સલામતીનો સવાલ ઉઠાવ્યો હતો ઘણા વાલીઓ પોતાનાં બાળકોને શાળાએ પણ મોકલવાનુ બંધ કર્યુ હતુ જો કે બાદમા શાળાઓને શિસ્ત સમીતીની રચના કરવાનો આદેશ મળતા વાલીઓ પોતાનાં બાળકોને શાળાએ મોકલવા તૈયાર થયા હતા.

શાળામાંથી મળતી ફરિયાદ માટે પાંચ નિરિક્ષકોની નિમણૂંક કરાઈ
શાળાઓમા બાળકોની સલામતી માટે શિસ્ત સમીતી રચવા માટે પરીપત્ર કરવામા આવ્યો છે આ બાબતે જયારે શાળામાથી ફરીયાદ આવે છે તો તેના અભ્યાસ અને સમીક્ષા માટે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમા વર્ગ ર નાં પાંચ કેળવણી નિરીક્ષણની નિયુકિત કરવામા આવી છે આ નિરીક્ષકો તેની તપાસ કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરવાની પ્રક્રીયા કરવામા આવશે.
દિક્ષિત પટેલ, ઇન્ચાર્જ DEO
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી

Advertisement
Tags :
Advertisement
Advertisement