For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા 580 અધ્યાપકોને કાયમી કરવાનો ઓર્ડર કરાયો

05:39 PM Oct 17, 2025 IST | Bhumika
ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા 580 અધ્યાપકોને કાયમી કરવાનો ઓર્ડર કરાયો

શિક્ષણ વિભાગ દ્વારા ટેકનિકલ શિક્ષણમાં ડિગ્રી ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતાં 216 અને ડિપ્લોમા ઇજનેરી કોલેજના 364 એમ, કુલ 580 અધ્યાપકોની એડહોક તરીકે આપેલી સેવા, રજા અને પેન્શન લાગુ કરીને સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી અધ્યાપક મંડળ દ્વારા આ મુદ્દે રજૂઆતો કરવામાં આવતી હતી.

Advertisement

રાજ્યમાં સરકારી ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં નિયમ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગના માધ્યમથી અધ્યાપકોની ભરતી કરવામાં આવતી હોય છે. જે તે સમયે જીપીએસસીના માધ્યમથી આ કાર્યવાહી થાય ત્યાંસુધી સરકારી ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા જ બનાવવામાં આવેલી પસંદગી સમિતિ દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશને નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતાં ઉમેદવારોને એડહોક ધોરણે સહાયક અધ્યાપક, વ્યાખ્યાતા વર્ગ 2 તરીકે નિમણૂંકો આપવામાં આવતી હતી.

નિયમ પ્રમાણે જીપીએસસી પાસ થયેલા ઉમેદવારોની નિયુક્તિ થયા બાદ એડહોક અધ્યાપકોને દૂર કરવાના હોય છે. જે તે સમયે એડહોક અધ્યાપકો પૈકી કેટલાક અધ્યાપકોએ કોર્ટમાંથી સ્ટે મેળવીને લાંબા સમય સુધી કામગીરી ચાલુ રાખી હતી.આ દરમિયાન જાહેર સેવા આયોગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લેવાયેલી પરીક્ષામાં એડહોક ધોરણે નિયુક્ત કરાયેલા સહાયક અધ્યાપક-વ્યાખ્યાતા પૈકી કુલ 580 અધ્યાપકોની પસંદગી કરવામાં આવી હતી. કોલેજોમાં જગ્યાઓ ખાલી પડે તે પ્રમાણે આ અધ્યાપકોની નિમણૂંક કરવામાં આવી હતી. મહત્વની વાત એ કે,એડહોક અધ્યાપકોની નિમણૂંકો આયોગના પરામર્શ સિવાય એક વર્ષથી વધારે સમય ચાલુ રહી હોવાથી આયોગે વિભાગની દરખાસ્ત અંગે અસમંતિ દર્શાવી હતી.

Advertisement

જોકે, સરકારી કર્મચારીઓની એડહોક ધોરણે નિમણૂંક આપવામાં આવી હોય અને ત્યારબાદ માન્ય પધ્ધતિ દ્વારા પસંદગી કરવામાં આવી હોય તેવી સ્થિતિમાં કર્મચારીઓની એડહોક સેવાને રજા અને પગારના હેતુ માટે જોડી આપવાનો નિર્ણય કરાયો હતો. આમ, સરકારના આ નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા નવો ઠરાવ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement