એકમ કસોટીમાં મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉમેરાશે
દર અઠવાડિયે ધો.3 થી 12ની યોજાતી કસોટીથી અન્ય કામગીરીને અસર: એકમ કમિટી પધ્ધતિ બદલાવવા સરકારને રિપોર્ટમાં ભલામણ કરશે
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 3 થી 12 માં દર અઠવાડિયે એકમ કસોટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પદ્ધતિને કારણે શિક્ષકોને શિક્ષણ આપવાનો પૂરતું સમય રહેતો ન હોવાથી આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે એક કમિટી રચાઇ હતી. આ કમિટી હાલના જુલાઈ મહિનામાં અહેવાલ આપશે અને એકમ કમિટીનું સ્વરૂૂપ બદલી નાખશે. જેના પરિણામે 82 લાખ વિદ્યાર્થીઓની એકમ કસોટીની પરીક્ષા પદ્ધતિ બદલાશે. હવે એકમ કમિટીમાં માત્ર લેખિત પરીક્ષા નહીં પરંતુ મૌખિક અને ક્રિયાત્મક એટલે કે પ્રેક્ટીકલ પરીક્ષા ઉમેરાશે અને આ નવી પધ્ધત્નિો ચાલુ શૈક્ષણિક વર્ષથી અમલ કરાશે તેમ શૈક્ષણિક સુત્રોનું કહેવુ છે.રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2019 થીધોરણ 3 થી 12 માં દર અઠવાડિયે કોઈપણ એક વિષયની એકમ કસોટી દાખલ કરવામાં આવી હતી. દર અઠવાડિયે 25 માર્કની લેવાતી પરીક્ષાથી શિક્ષકોને વર્ક લોડ વધી જતો હતો. જેની અસર શિક્ષણ પર પડતી હોવાની રજૂઆત સરકારને મળી હતી. આથી રાજ્ય સરકારે 12 સભ્યોની રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત બાળકોના 360 ડીગ્રી મૂલ્યાંકન બાબતની સમિતિ ની રચના કરી હતી.
આ સમિતિએ એકમ કસોટી થી શિક્ષકોના વર્કલોડને હળવો કરવા માટે એકમ કસોટી રાખવી કે નહીં કે પછી તેમાં શું ફેરફાર કરવા તેનો અભ્યાસ કરવાનો હતો.આ અભ્યાસ પછી તેનો રાજ્ય સરકારને અહેવાલ રજૂ કરવાનો આ અહેવાલના આધારે રાજ્ય સરકાર એકમ કસોટીમાં ફેરફાર લાવશે તેવું નક્કી થયું હતું. સમિતિએ એકમ કસોટી નો અભ્યાસ કરી લીધો છે. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે બાળકોનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું હોય તો એકમ કસોટીમાં ફેરફાર લાવવો જોઈએ. જેથી કરીને શિક્ષકોનો વર્ક લોડ ઓછો થાય અને બાળકોનું સમગ્ર મૂલ્યાંકન થાય.સમિતિ ચાલુ જુલાઈ મહિનામાં તેનો અહેવાલ રાજ્યના શિક્ષણ વિભાગ સમક્ષ રજુ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યારે એકમ કસોટીમાં માત્ર લેખિત પરીક્ષા લેવાય છે.
જેમાં હવે ફેરફાર લવાશે. લેખિત પરીક્ષા સાથે મૌખિક અને પ્રેક્ટીકલ પરીક્ષા પણ લેવાશે. આમ હવેથી ધોરણ ત્રણ થી 12 માં એકમ કસોટીનું સ્વરૂૂપ બદલાશે તેવો ફેરફાર કરવામાં આવશે તેમ સમિતિ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે.આથી રાજ્ય સરકારે 12 સભ્યોની રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત બાળકોના 360 ડીગ્રી મૂલ્યાંકન બાબતની સમિતિ ની રચના કરી હતી. આ સમિતિએ એકમ કસોટી થી શિક્ષકોના વર્કલોડને હળવો કરવા માટે એકમ કસોટી રાખવી કે નહીં કે પછી તેમાં શું ફેરફાર કરવા તેનો અભ્યાસ કરવાનો હતો.
આ અભ્યાસ પછી તેનો રાજ્ય સરકારને અહેવાલ રજૂ કરવાનો આ અહેવાલના આધારે રાજ્ય સરકાર એકમ કસોટીમાં ફેરફાર લાવશે તેવું નક્કી થયું હતું.સમિતિએ એકમ કસોટી નો અભ્યાસ કરી લીધો છે. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે બાળકોનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું હોય તો એકમ કસોટીમાં ફેરફાર લાવવો જોઈએ. જેથી કરીને શિક્ષકોનો વર્ક લોડ ઓછો થાય અને બાળકોનું સમગ્ર મૂલ્યાંકન થાય.
સમિતિ ચાલુ જુલાઈ મહિનામાં તેનો અહેવાલ રાજ્યના શિક્ષણ વિભાગ સમક્ષ રજુ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યારે એકમ કસોટીમાં માત્ર લેખિત પરીક્ષા લેવાય છે. જેમાં હવે ફેરફાર લવાશે. લેખિત પરીક્ષા સાથે મૌખિક અને પ્રેક્ટીકલ પરીક્ષા પણ લેવાશે. આમ હવેથી ધોરણ ત્રણ થી 12 માં એકમ કસોટીનું સ્વરૂૂપ બદલાશે તેવો ફેરફાર કરવામાં આવશે તેમ સમિતિ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે.