For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર ઇકો સેન્સેટિવ ઝોનનો ભાજપમાં ઉઠયો વિરોધ

11:19 AM Oct 03, 2024 IST | Bhumika
ગીર ઇકો સેન્સેટિવ ઝોનનો ભાજપમાં ઉઠયો વિરોધ
Advertisement

સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખે જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના ગામોને મુક્તિ આપવા કરી માગણી

ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા પગીર રક્ષિત વિસ્તારથના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. આ ઇકો-સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના 196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો કે હવે ભાજપ નેતાએ જ સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોને મુક્ત રાખવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

Advertisement

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ આ અંગે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર ધ્વારા ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કર્યો છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, ગીરગઢડા તથા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગામોનો ઈકો સેન્સેટીવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે આવા ગામોમાં બીનખેતી તથા રીસોર્ટ તથા નાના ઉધોગોના વ્યવસાયમાં રૂૂકાવટ થાય તેમ છે. જેથી આ ગામોના ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી શકે છે. આ બાબત ધ્યાને લઈ ઈકો સેન્સેટીવ ઝોન નીચે આવતા આવા ગામોને ઈકો સેન્સેટીવ ઝોનમાંથી મુક્તિ આપી પહેલાની સ્થિતી કાયમ રાખવા અંગે આ વિસ્તારના લોકોની રજુઆત મળી છે. તો આ બાબતે આપના સ્તરેથી જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના ગામોને ઈકો સેન્સેટી ઝોનમાંથી મુકિત આપવા અમારી ભલામણ સહ વિનંતી છે.

નવીન પઇકો-સેન્સિટિવ ઝોનથ વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા 4 મહત્ત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement