ધોરાજીમાં ડાઇવર્ઝનનો વિરોધ, ચક્કાજામ
જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને ડાઇવર્જન અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ પરતું રોડના કારણે મુશ્કેલીઓ ઉભી થવાથી આહ રોજ હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યું હતું
જેમાં ધોરાજીનાં ફરેણી રોડ અને ત્યાંથી ચોકી અને જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવરજન અને જામનગર થી જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસે થી ડાઇવર્જન અને ત્રીજા ધોરાજીનાં જમનાવડ રોડ અને કેનાલ રોડ પર થી જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવર્જન કરવામાં આવેલ છે ત્યારે ધોરાજીના જમનાવડ રોડ અને રેલવે ફાટક થી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડ થી જુનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્જન બે કિલોમીટર જેટલો માર્ગમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય જ છે.
પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને મસ મોટા ખાડા ઓ પડી ગયાં છે જેને કારણે નાનાં મોટાં વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે અને નાનાં મોટાં અકસ્માત સર્જાય છે અને અને વાહન ચાલકોને અને પેસેન્જરોને ભય લાગે છે અને આ ખખડધજ હાલતમાં બની ગયેલ રસ્તાને કારણે સમય પણ વધારે લાગે છે અને વેરેનટેજ પણ વધારે થાય છે.
ત્યારે આ જામનગર થી જુનાગઢ તરફ અને ધોરાજી થી ઉપલેટા કે જામનગર જવા માટે વાહનો આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે રોજનાં હજારો વાહનો આ કેનાલ વાળા માર્ગનો ઉપયોગ કરી અહીં થી વાહનોની અવરજવર થાય છે ત્યારે વાહન ચાલકો હોય કે ત્યાંનાં દુકાન ધારકો કે પછી પેસેન્જરોની એક જ માંગ છે કે આ કેનાલ વાળા માર્ગનું ડામરથી નવો બનાવવામા આવે.