મોરબી જિ.પં.ની સામાન્ય સભામાં ખેડૂતોના દેવા માફની વિપક્ષની માંગ
ચાર કામોમાં બેદરકારી કરનાર એજન્સીની ડીપોઝીટ જપ્ત કરી કોન્ટ્રાક્ટ રદ કરાયો
મોરબી જીલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં થયેલ કાર્યવાહી નોંધ અને ઠરાવોને અમલવારી આપવા માટે આજે ખાસ સામાન્ય સભા જીલ્લા પંચાયત પ્રમુખ અને ઇન્ચાર્જ ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં 2 માસથી અટકેલા વિકાસકાર્યોને બહાલી આપવામાં આવી હતી વિપક્ષે ખેડૂતોના દેવા માફી અને જૂની વીમા યોજના લાગુ કરવાની માંગ સાથે થોડીવાર માટે હંગામો કર્યો હતો.
મોરબી જીલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તે ઉપરાંત ચાર કામોની રકમ જપ્ત કરી એજન્સીને છુટા કરી બાકી રહેલ કામ અન્ય એજન્સી પાસે કરાવવાના એજન્ડાને પણ બહાલી આપવામાં આવી છે જે અંગે જે તે એજન્સીને નોટીસ આપવામાં આવશે તેમજ જીલ્લા પંચાયતના વર્ષ 2025-26 ના 04-07-2025 બુ સામાન્ય સભા બાદના સૂચવેલ કામોને સૈદ્ધાંતિક મંજૂરીના કામોને બહાલી આપવાના એજન્ડામાં તાત્કાલિક મંજુરી પ્રક્રિયા કરવા ઠરાવવામાં આવ્યું હતું ખાસ સામાન્ય સભા અંગે પ્રમુખે જણાવ્યું હતું કે ડીડીઓ દ્વારા વિકાસ કમિશ્નર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું જેથી કામોમાં વિલંબ થયો હતો અને પ્રજાહિતને ધ્યાને રાખી આજે ખાસ સામાન્ય સભા બોલાવી અટકેલા વિકાસકાર્યોને બહાલી આપવામાં આવી હતી
ટંકારા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આજે ખાસ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી માર્ગ અને મકાન વિભાગ હેઠળના રોડ રસ્તાઓ પાલિકાને તબદીલ કરવા અને માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા રાજ્ય વિભાગને સોપવાની દરખાસ્ત કરવામાં આવી હતી તો રાજ્ય સરકારે જાહેર કરવામાં આવેલ પાક વીમા નુકશાની પેકેજને પ્રમુખે એતિહાસિક ગણાવ્યું હતું.
જીલ્લા પંચાયતમાં નેતા વિપક્ષ ભુપતભાઈ ગોધાણીએ ખેડૂતોના પાક નુકશાની વળતર અને જૂની યોજના લાગુ કરવા સામાન્ય સભામાં માંગ કરી હતી જે અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે જે વળતર જાહેર કર્યું છે તે પુરતું નથી સરકાર ખેડૂતોને યોગ્ય વળતર ચુકવે તેવી માંગ કરી છે સાથે જ ખેડૂતોના દેવ માફી અને જૂની વીમા યોજના લાગુ કરવા પણ માંગ કરવામાં આવી હતી.