ફેરી વ્હિલમાં 4 લોકોને 100 ફૂટ ઉંચે લટકાવી ઓપરેટર ગુમ
રવિવારે બનેલી ઘટના, ચાર રાઉન્ડ પૂરા થયા બાદ સહેલાણીઓ બોગીમાં બેસી રહ્યા, ઓપરેટર આંખો મીંચી તાળું મારી રવાના થઇ ગયો
20 મિનિટ તમાસો ચાલ્યા બાદ ફાયરબ્રિગેડે રેસ્કયુ કરતા રાહતનો દમ લીધો, કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારતી મહાનગરપાલિકા
રાજકોટ મહાનગરપાલિકાના મનોરંજન કાર્યક્રમો અને પ્રોજેક્ટોમાં અવાર નવાર છબરડાઓ તથા લાપરવાહી થતી હોવાનુ અનેક વખત બહાર આવ્યુ છે. જેમાં ગઇકાલે પણ આવો જ એક બનાવ અટલ સરોવરની રાઇડ્સમાં બનાવા પામ્યો હતો. અટલ સરોવર ખાતે ફેરી વ્હિલમાં બેઠા બાદ સહેલાણીઓ હજૂ બોગીમાં બેઠા હતા ત્યા ઓપરેટર ચાલુ ફેરી વ્હિલ બંધ કરી જતા રહતા ચાર સહેલાણીઓ 100 ફૂટની ઉંચાઇએ બોગીમાં ફસાઇ જતા અંતે ફાયર વિભાગને જાણ કરતા 30 મીનિટ બાદ ચારેય સહેલાણીઓને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અટલ સરોવર ખાતે આવેલ રાઇડ્સ ફેરી વ્હિલમાં ગઇકાલે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા નિયમ મુજબ રાત્રીના 11 વાગ્યા બાદ અટલ સરોવરમાં પ્રવેશ બંધ છે. ત્યારે ફેરી વ્હિલમાં પણ છેલ્લો ફેરો હોવાથી સહેલાણીઓને બેસાડવામાં આવેલ રાઇડ્સના ફેરા પૂર્ણ થતા ફેરી વ્હિલમાંથી મોટાભાગના પેસેન્જરો ઉતરી ગયેલ પરંતુ 9 નંબરની બોગીમાં સવાર ચાર સહેલાણીઓ 100 ફૂટની ઉંચાઇએ નિચે ઉતરવાની રાહ જોઇ રહ્યા હતા તે દરમિયાન ફેરી વ્હિલનો ઓપરેટર લાઇટો અને ફેરી વ્હિલ બંધ કરી જતો રહેતા ચારેય સેહલાણીઓ બોગીમાં લટકતા રહી ગયેલ જે પૈકી એક સહેલાણીએ આ બાબતની જાણ મોબાઇલ દ્વારા ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે તાત્કાલીક ધોરણે અટલ સરોવરના સંચાલકોને આ બાબતથી વાકેફ કરી તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અટલ સરોવરમાં આવેલી રાઈડ્સમાં લોકો બેઠા હતા ત્યારે ઓપરેટરે અચાનક 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરી દીધું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો. આ ગંભીર લાપરવાહીને કારણે રાઈડમાં બેઠેલા 5 થી 6 લોકો આશરે 20 મિનિટ સુધી 100 ફૂટની ઊંચાઈએ હવામાં લટકી રહ્યા હતા. અધવચ્ચે અટવાઈ ગયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ મનપાના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. જોકે, માત્ર ઓપરેટરને છૂટો કરવાથી સમસ્યાનો હલ આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હાલ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે? શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.
અટલ સરોવર ખાતે ફેરી વ્હિલમાં ચાર સહેલાણીઓ લટકી ગયા બાદ સંચાલકો અને ફાયર વિભાગે તુરંત ફેરી વ્હિલ ચાલુ કરી ચારેય સહેલાણીઓને નિચે ઉતારીયા હતા અને ઓપરેટરની બેદરકારીની ગંભીરતાથી નોંધ લઇ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.. જયારે આ બાબતે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સંચાલકોને બોલાવી કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ શા માટે પગલા ન લેવા તે અંગેનો ખુલાસો પૂછતી શો-કોચ નોટીસ ફટકારી હતી. અટલ સરોવરમાં ફેરી વ્હિલ રાઇડ્સમાં ચાર વ્યક્તિ ફસાવાની ઘટનામાં ડે.કમિશનરને તવરીત પગલા લઇ કોન્ટ્રાક્ટરને શો-કોચ નોટીસ ફટકારી છે અને ચાર વ્યક્તિના ફસાવવા પાછળનું કારણ સહિતનો જવાબ અને અહેવાલ રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવાની સુચના આપવામાં આવી છે.
ફોગટનો ફેરો મોંઘો પડ્યો
અટલ સરોવર ખાતે ગઇકાલે ફેરી વ્હિલમાં ચાર સહેલાણીઓ સવાર હતા તો પણ ઓપરેટર ફેરી બંધ કરી ને નિકળી જતા અને આ મુદ્દે મ્યુનિ.કમિશનરે ઓપરેટરને છુટો કરી કોન્ટ્રાક્ટરને શો-કોસ નોટીસ ફટકારી અને ઘટનાનો અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં માલુમ પડેલ કે ફેરી વ્હિલમાં સહેલાણીઓને ચાર રાઉન્ડમાં ફેરવવામાં આવે છે. ત્યારે ગઇકાલે છેલ્લો રાઉન્ડ હોવાથી ચાર રાઉન્ડ ફેરવ્યા બાદ તમામ સહેલાણીઓ ઉતરી ગયા હતા. પરંતુ ચાર સહેલાણીઓએ એવુ વિચારેલ કે નવો રાઉન્ડ ચાલુ થશે અને ફોગટમાં લાવો પ્રાપ્ત થશે આવુ વિચારી બેસી રહેતા ફેરી વ્હિલ બંધ થઇ જતા ચારેય સહેલાણીઓ અધવચ્ચે ટીગાઇ ગયેલ અને ફોગટનો ફેરો મોંઘો પડ્યો તેમ એક બીજાને કહેતા હતા.
નિયમોનો ઉલાળિયો ભારે પડી શકે છે
અટલ સરોવર ફેરી વ્હિલ પ્રકરણમાં તપાસના આદેશ આપી તંત્રએ હાથ ઉચા કરી દીધા છે. પરંતુ અટલ સરોવરના કોન્ટ્રાક્ટમાં રાઇડ્સના નિયમોમાં ઉલેખ કરવામાં આવ્યો છે. જે મુજબ રાઇડ્સ ચાલુ કરતી વખતે અને બંધ કરતી વખતે સહેલાણીઓની સુરક્ષા ખાસ ચકાસવામાં આવે તેવુ જણવવામાં આવ્યુ છે. તેમજ રાઇડ્સ બંધ કરતી વખતે એક પણ વ્યક્તિ રાઇડ્સની અંદર રહેવુ ન જોઇએ તે સહિતના સખત નિયમો દર્શાવેલા તે છતા ગઇકાલે ઓપરેટર રાઇડ્સ ચેક કર્યા વગર બંધ કરીને જતો રહેલ અને આ પ્રકારનું રોજે રોજ બનતુ હોયતો રાઇડ્સના નિયમોનો કોન્ટ્રનક્ટર દ્વારા ઉલાળીયો કરવામાં આવી રહ્યાનું સાબિત થાય છે. જેના લીધે કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કડક પગલા લેવા જોઇએ તેવુ ચર્ચા રહ્યુ છે.